અમદાવાદમાં કેમ લારી ગલ્લા , પાથરણાવાળા ભૂખ હડતાલ પર

અમદાવાદના (AHMEDABAD) લો ગાર્ડન (LOW GARDEN) વિસ્તારમાં છેલ્લા ૬૦ દિવસથી લારી ગલ્લાવાળા ( RETAIL) અને છૂટક ધંધો કરતાં વેપારીઓ ધરણાં (PICKET) કરી રહ્યા છે. આ વિસ્તાર ટ્રાફિક થતો હોવાના બહાના હેઠળ પોલીસે એવું તેવો નાં રોજગાર બંધ કરી દીધા. જેને લઇ ભૂખ હડતાળ (HUNGER STRIKE) પર ઉતર્યા છે.

પાથરણાવાળા મુન્નીબેન ને રડતી આંખો અને ચિંતા સાથે નિસાસા નાખતા ભૂખ્યા પેટે પરિવારની ચિંતા કરતા કહ્યું કે , છેલ્લા ઘણા સમયથી દરરોજ સવારે આવીને પોતાના રોજગાર ના સ્થળે દેખાવો કર્યા છે. કારણ કે પોલીસે ટ્રાફિક થતો હોવાના બહાના હેઠળ અહીંના ધંધા-રોજગાર બંધ કરાવ્યા છે.

તહેવારના સમયમાં આ વિસ્તારમાં છૂટક મજૂરી કરતા સૌથી વધારે પરિવારો ૬૦ દિવસ થી આ રીતે જ દેખાવો કરી રહ્યા છે. વ્યાજે પૈસા લાવીને ધંધો કરતાં આવા ઘણા પરિવારો છે. જે પોલીસની કનડગત થી તમામ લોકો ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે. પોલીસની દાદાગીરી સામે પાથરણાવાળા લોકોએ રજૂઆત પોલીસ કમિશનર અને ગૃહમંત્રી સુધી પણ કરવામાં આવી છે.

https://www.youtube.com/watch?v=HQRBo2SZ7E0

પરંતુ સંતોષકારક જવાબ ના મળતા અંતે હારી અને થાકી જાય તેઓ આમરણ ભૂખ હડતાળ ઉપર ૧૦ લોકો બેસી ગયા છે. પોલીસ કમિશનરના એક મિત્રએ ટ્રાફિકની ફરિયાદ કરતા લોકોને હટાવાયા હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.