ધટતા કેમ નથી કોરોનાનાં કેસ.? આટલા નવાં દદીઁઁઓ ૨૪ કલાકમાં નોધાયા..

દેશમાં કોરોના વાયરસનાં કેસ વળી પાછા ૪૦ હજાર ઉપર આવવા લાગ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૪૨ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ ફરીથી ૪ લાખને પાર ગયાં છે.

આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના નવા ૪૨,૭૬૬ દદીઁઁઓ નોંધાયા છે. આ સાથે જ હવે એક્ટિવ કેસ ફરીથી ૪ લાખને પાર થઇ ગયાં છે.

દેશભરમાંથી જે ૪૨,૭૬૬ દદીઁઁઓ નોધાયા છે તેમાંથી એકલા કેરળમાં ૨૯,૬૮૨ દદીઁઁઓ નોંધાયા છે. રાજયમાં કોરોનાથી ૧૪૨ લોકોનાં મોત થયા છે.

ભારતમાં સાપ્તાહિક પોઝિટીવ રેટ ૨.૬૨ % નોંધાયો છે. જે છેલ્લા ૭૨ દિવસમાં ૩% થી નીચે જળવાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોના રસી કુલ ૬૮.૫૬ કરોડ ડોઝ અપાઇ ચૂકયાં છે.

https://www.youtube.com/watch?v=SfJEaFoUc2w&t=6s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.