ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. આ એ દિવસ હોય છે જ્યારે જગતના નાથ ઠાઠથી નગરચર્યાએ નિકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે. પુરીનું જગન્નાથ મંદિર વિશ્વ વિખ્યાત છે. જગનના નાથની કૃપા કહો કે ચમત્કાર, પરંતુ આ મંદિરમાં આવો તો વિજ્ઞાનના તમામ નિયમો તમને ફેઈલ થતા જોવા મળશે. આજે વાત કરીશું એવા જ રહસ્યોન, જે આજ સુધી નથી ઉકેલાયા.
હવાનો રુખ છે ઉંધો ; સમુદ્ર તટ પર દિવસમાં હવા જમીનની તરફ આવે છે અને સાંજે તેનાથી વિપરીત. પરંતુ પુરીમાં હવા દિવસમાં સમુદ્રની તરફ આવે છે અને રાત્રે મંદિર તરફ વહે છે.
ચક્ર હંમેશા દેખાય છે સીધું ; જગન્નાથ મંદિર પર એક સુદર્શન ચક્ર લાગેલું છે. જેને તમે કોઈપણ દિશામાંથી જોશો, તો તે સામે જ નજર આવશે.
હવાથી વિપરીત દિશામાં ફરકે છે ધજા ; સામાન્ય રીતે મંદિરના શિખર પર લગાવેલી ધજા એ જ તરફ ઉડે છે, જે તરફ પવન આવતો હોય છે. પરંતુ જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગૂ નથી પડતો. આ મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં ફરકે છે. અહીં એવુ કેમ થાય છે, તે આજ સુધી કોઈ નથી જાણી શક્યું.
મંદિર પર કોઈ પક્ષી નથી ઉડતું ; આપણે મોટાભાગના મંદિરનો શિખર પર પક્ષી બેસેલા અને ઉડતા જોઈએ છે. જગન્નાથ મંદિરની આ વાત તમને ચોંકાવી દેશે કે, તેની ઉપરથી કોઈ પક્ષી નથી પસાર થતું.
રસોઈ બનાવવાની પ્રક્રિયા છે અલગ ; મંદિરમાં પ્રસાદ બનાવવા માટે સાત વાસણોને એકબીજાની ઉપર રાખવામાં આવે છે અને પ્રસાદ લાકડા સળગાવીને પકાવવામાં આવે છે. આશ્ચર્ય એવું છે કે, આ પ્રક્રિયામાં સૌથી ઉપરના વાસણનો પ્રસાદ પહેલા પાકે છે.
https://www.youtube.com/watch?v=9Npnw3F9zNY
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.