ઉત્તર પ્રદેશના કાનપુરના એક અધિકારીનું રજા માટે બ્લોક એજ્યુકેશન અધિકારીને આપવામાં આવેલો પત્ર વાયરલ થઇ રહ્યો છે, આ પત્રમાં પ્રેમનગરના બ્લોક એજ્યુકેશન અધિકારી કાર્યાલયમાં તૈનાત અધિકારી શમશાદ અહમદે પોતાની પત્નીને મનાવવા માટે રજા માગી છે જેમાં પત્ની પ્રેમ-મોહબ્બતની વાતને લઈને થયેલા વિવાદ પછી નારાજ થઈને પિયરે ચાલી ગઈ હતી.
આ પત્રમાં અધિકારી શમશાદ અહમદે લખ્યું છે કે, ‘પત્ની સાથે પ્રેમ અને મોહબ્બતની વાતને લઈને થોડો વિવાદ થયો હતો, ત્યાર બાદ પત્ની, મોટી દીકરી અને પોતાના બે બાળકોને લઈને પિયરે ચાલી ગઈ છે. જેના કારણે હું માનસિક રૂપથી દુ:ખી છું અને મારે તેને પિયરેથી મનાવીને લાવવા માટે ગામે જવું છે. કૃપયા રજાનો સ્વીકાર કરો.’ કહેવામાં આવી રહ્યું છે કે, અધિકારીની રજાને મંજૂર કરવામાં આવી છે.
અધિકારી શમશાદ અહમદે થોડા દિવસો પહેલા અન્ય કારણ જણાવીને રજાઓ માટે અરજી કરી હતી, પણ તેને રજાઓ મળી ન હતી. ત્યાર બાદ તેને સાચી વાત જણાવીને પત્ર લખ્યું હતું અને ત્યાર બાદથી આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયું, હવે શમશાદ અહમદને રજાઓ મળી ગઈ છે અને તે પોતાની પત્નીના પિયરે ચાલ્યો ગયો છે.
આના પહેલા બલિયા જનપદમાં તૈનાત એક પોલીસ કોન્સ્ટેબલનું અરજી પત્ર વાયરલ થયું હતું, તેમાં સિપાહીએ પોતાના અધિકારીને લખ્યું છે કે, લગ્નને સાત મહિના થઇ ગયા છે, અત્યાર સુધી કોઈ ખુશખબરી નથી મળી અને આ કારણે 15 દિવસની રજા આપવાની કૃપા કરો. જિલ્લાના ડાયલ 112મા તૈનાત ગોરખપુરના સિપાહીએ આ અરજી આપી હતી.
આ પ્રાર્થના પત્રમાં જવાને પોતાના અધિકારીને લખ્યું કે, ‘મહોદય, પ્રાર્થીના લગ્નને સાત મહિના થઇ ગયા છે, અત્યાર સુધી ખુશખબરી નથી મળી. મેડમ (પત્ની)એ ડોક્ટરની સલાહ અનુસાર દવા લીધી છે અને તેની સાથે રહેવું છે અને પ્રાર્થી ઘર પર રહેશે. અંતે શ્રીમાનજીને નિવેદન છે કે, પ્રાર્થીને 15 દિવસની EL આપવાની કૃપા કરો, તમારી ખૂબ જ કૃપા રહેશે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.