જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા એક યુવાનની રીસામણે બેસેલ પત્નીએ ફોન કરી પોલીસ દફતરે બોલાવી, પત્ની સહિતના સાસરીયાઓ માર માર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.અને આરોપી પત્નીને મહિલા પોલીસ દફતર બહાર જ પતિને તમાચા ચોડી દીધા હતા અને જયારે સસરા અને સાળાએ પણ યુવાનને લમધારી હાથ સાફ કર્યો હોવાનું જાહેર થયું છે.
જામનગરમાં મહિલા પોલીસ દફતર બહાર જ ગઈ કાલે બપોરે આગ ઓકતા તાપ વચ્ચે આ ઘટના ઘટી હતી. જેમાં રણજીતસાગર રોડ, પટેલ પાર્ક શેરી નં.12 ધર્મેશભાઇ લુહારના મકાનમાં આકાશભાઇ ચંદુભાઇ ધોકાઇ નામના યુવાનને તેની રીસામણે બેસેલ પત્ની દિપાલીએ ફોન કરી મહિલા પોલીસ દફતરે બોલાવ્યો હતો.અને પોલીસ દફતર આવેલા પતિ અને સામા પક્ષે પત્ની, સાળો અને સસરા પોલીસ કાર્યવાહી પતાવી જેવા બહાર આવ્યા ત્યાં જ પત્ની દિપાલીએ આકાશને તમાચા ચોડી દીધા હતા. જયારે મનસુખભાઇ હરીયાણી (સસરા) તથા આશીષભાઇ (સાળો)એ મનસુખભાઇ હરીયાણી (સસરા) તથા નં.(3)આશીષભાઇ (સાળો)એ પણ આકાશ સાથે ધોલધપાટ કરી હતી
એસપી કચેરી અને મહિલા પોલીસ દફતરની સામે જ ઘટેલી આ ઘટના અંગે યુવાને પત્ની અને સસરા તેમજ સાળા સામે સીટી બી ડીવીજનમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પત્ની સાથે નહિ જામતા તેણીની જામનગરમાં જ રહેતા પિયરમાં રીસામણે બેસી હતી અને જેને લઈને તેણીએ પતિને મહિલા પોલીસ દફતરે બોલાવ્યો હતો. જ્યાં આ બનાવ બન્યો હોવાનું જાહેર કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.