દેશમાં કોરોના વાયરસના કેસ દિવસ દિવસે વધી રહ્યા છે. બુધવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આંકડા અનુસાર કોરોના વાયરસના દેશભરમાં કેસ 2 લાખ 82 હજારને પાર થઈ ગયા છે અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ કોવિશિલ્ડ અને કોવેક્સીનને ખુલ્લા માર્કેટમાં વેચવા માટે રજૂઆત કરી છે અને એક રીપોર્ટ અનુસાર DCGIની એક્સપર્ટ કમિટીએ ગત શુક્રવારે કોવેક્સીન અને કોવિશિલ્ડનું ફૂલ ટર્મ માર્કેટિંગ કરવા માટે એક એપ્રુવલ તૈયાર કરી છે જેથી આ એપ્રુવલ માટે ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યુટે સમીક્ષા કરી છે.
આ સમીક્ષા બાદ હવે સુત્રોમાંથી એની વિગત મળી છે કે, આ કમિટીએ કોવિશિલ્ડ અને કોવેક્સીનને ઓપન માર્કેટમાં વેચવા રજૂઆત કરી છે. પણ સરકારની એક એક્સપર્ટ પેનલે એવી સલાહ આપી છે કે, કોવિશિલ્ડ અને કોવેક્સીનની વેક્સીન કેટલીક શરતોને આધીન કરી ઓપન માર્કેટમાં વેચવા મંજૂરી આપવામાં આવશે.અને દેશમાં ફ્રીમાં દરેક નાગરિકોનું વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગોનાઈઝેશને પણ આ અંગે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. હવે ભારતના ઔષધી મહાનિયંત્રક આ રજૂઆતનું મુલ્યાંકન કરશે અને પોતાનો નિર્ણય જાહેર કરશે.
હવે પ્રશ્ન એ છે કે, બંને વેક્સીનને માર્કેટમાં કેવી રીતે વેચી શકાય? મેડિકલ ક્ષેત્ર અને રીસર્ચ સાથે જોડાયેલા સુત્રોએ કહ્યું કે, કોવિન પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ક્લિનિક અને હોસ્પિટલમાં સરળતાથી આ વેક્સીન પ્રાપ્ય થશે. એ પછી હોસ્પિટલ તંત્રને એ વેક્સીન ખરીદનારાની સંપૂર્ણ વિગત આપવાની રહેશે. ફાર્મા કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી કોવિડની મારક વેક્સીન ઓપન માર્કેટમાં વેચવા દરખાસ્ત મૂકી હતી. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયામાં સરકાર અને નિયામલ મામલાના ડાયરેક્ટર પ્રકાશ કુમારસિંહે તા.25 ઑક્ટોબરના રોજ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને એક લેખિત અરજી કરી હતી. જેના પર DCGIએ પૂણે સ્થિત કંપની પાસેથી વધુ ડેટા અને ડૉક્યુમેન્ટ માંગ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.