ભારતીય ક્રિકેટ (INDIAN CRICKET) ટીમના પૂર્વ હેડ કોચ (HEAD COACH) રવિ શાસ્ત્રી (RAVI SHASTRI) નું માનવું છે કે કોરોના થી જોડાયેલ દબાણથી નિપટવા વિરાટ કોહલી (VIRAT KOHLI) ટી ટ્વેન્ટી (T-20) ઇન્ટરનેશનલ પછી વન-ડે (ONE -DAY) અને ટેસ્ટ (TEST) માંથી પણ પોતાની અન્ય નું પદ છોડી શકે છે. જણાવી દઈએ કે યુએઈમાં રમાયેલી આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપથી ભારત બહાર થયા પછી શાસ્ત્રીનો (SHASTRI) ટીમ સાથે કાર્યકાળ (TENURE) સમાપ્ત થઈ ગયો છે.
ન્યૂઝ ચેનલ એક કાર્યક્રમમાં કોહલીની કેપ્ટનશિપમાં વિશે પૂછવામાં આવતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે વર્કલોડના વધુ સારા સંચાલન માટે તે અન્ય ફોર્મેટમાંથી નેતૃત્વ જવાબદારી છોડી શકે છે.
તેણે કહ્યું ટેસ્ટ ક્રિકેટમાં તેની કપ્તાનીમાં ભારત છેલ્લા પાંચ વર્ષથી ટોચ પર છે જ્યાં સુધી તે માનસિક રીતે થાકી ન જાય ત્યાં સુધી તેને છોડવા માંગતો નથી.જો કે , તે નજીકનાં ભવિષ્યમાં બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પદ છોડી શકે છે.
ભારત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દવેના ખેલાડીઓ દેશ કરતાં આઈપીએલ પ્રાધાન્ય આપતા હોવાનો આરોપ વિશે પૂછવામાં આવતા શાસ્ત્રીએ કહ્યું આઈપીએલ એપ્રિલમાં મુલવતી રાખવામાં આવ્યા પછી તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો.
મને નથી લાગતું કે ભવિષ્યમાં તે ફરીથી થશે. જયાં સુધી કપિલની વાત છે તો તે આઈપીએલ શેડ્યુલ વિશે સાચો છે કારણ કે તેનાથી ખેલાડીઓનો થાક વધી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.