સલમાન ખાન બોલિવૂડનો સૌથી પ્રિય અભિનેતા છે. જોકે એવું નથી કે તેમને કોઈએ પ્રયાસ કર્યો નથી, પરંતુ ભાઈજાને પોતે જ અત્યાર સુધી લગ્નથી અંતર જાળવી રાખ્યું છે. આ દરમિયાન 57 વર્ષીય અભિનેતા જે IIFA 2023 નો ભાગ બનવા માટે પહોંચી ગયો છે અને ત્યાં તેને લગ્નનો પ્રસ્તાવ મળ્યો છે.
પરંતુ જોવાનુ એ છે કે ભાઈજાનને આ પ્રસ્તાવ ભારતમાંથી નહીં પરંતુ વિદેશી રિપોર્ટરે આપ્યો છે. તે જ સમયે અભિનેતાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે જ સમયે ચાહકો પણ વિડિઓની ટિપ્પણીઓમાં તેમના દિલની વાત કરતા જોવા મળે છે .
સલમાન ખાન અત્યારે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સની 22મી આવૃત્તિ માટે અબુ ધાબીમાં છે, જેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આ દરમિયાન પાપારાઝીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક હોલીવુડ રિપોર્ટર સલમાન ખાનને લગ્નનો પ્રસ્તાવ મૂકી રહી છે.
વાસ્તવમાં વાતચીત દરમિયાન એક મીડિયા રિપોર્ટર સલમાન ખાનને કહે છે કે તે હોલિવૂડથી માત્ર એ કહેવા માટે આવી છે કે તેણે જયારે સલમાનને જોયો તે જ ક્ષણે તેને પ્રેમ થઈ ગયો. જવાબમાં, સલમાન ખાન મજાકમાં કહે છે, “તમે શાહરૂખ ખાન વિશે વાત કરી રહ્યા છો ને?” ત્યારે રિપોર્ટર કહે છે નાં હું તમારી વાત કરું છુ, તમે મારી સાથે લગ્ન કરશો?
હકીકત એ છે કે, સલમાન ખાનની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. જો કે તેમના ડેટિંગના સમાચાર ઘણા આવ્યા પરંતુ આજ સુધી તે લગ્નના બંધનમાં બંધાયા નથી. તે જ સમયે તેને ઘણા રિયાલિટી ટીવી શોમાં લગ્નના પ્રસ્તાવ મળ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાનની ટાઈગર 3 નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે જેની ચાહકો રાહ જોઈ રહ્યા છે. જ્યારે ભાઈજાન બિગ બોસ ઓટીટીની બીજી સીઝન હોસ્ટ કરવા જઈ રહ્યો છે, જેનો પહેલો પ્રોમો સામે આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.