વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ બહુમતી બાદ મંત્રી મંડળમાં સુરતનું પ્રતિનિધિત્વ ઘટશે કે યથાવત રહેશે??

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભારેખમ બહુમતી મળ્યા બાદ મંત્રી મંડળની પસંદગીમાં ભાજપ પાસે અનેક  વિકલ્પો રહેશે.  156 ધારાસભ્યોમાંથી મંત્રીઓ  પસંદગી કરવા માટે ભાજપ પાસે અનેક  વિકલ્પ હોવાથી ભુપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રી મંડળમાં સુરતના પ્રતિનિધિનું કદ યથાવત રહેશે કે ઘટશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે અને સુરતમાં સુરત સહિત  દક્ષિણ ગુજરાત વિપરીત સ્થિતિમાં પણ ભાજપનો ગઢ બની રહ્યું છે ત્યાર બાદ સુરત અને દક્ષિણ ગુજરાતને મંત્રી મંડળમાં કેવું પ્રતિનિધિત્વ મળે તે માટે અનેક ચર્ચા શરુ થઈ ગઈ છે.

મોદી મેજીક ના કારણે સુરત શહેર જિલ્લાની તમામ 16 બેઠક સાથે દક્ષિણ ગુજરાતમાં 28 માંથી 27 બેઠક ભાજપે કબજે કરી લીધી છે.આ સાથે જ ગુજરાતમાં 156 બેઠક જીતવા સાથે ભાજપે ઈતિહાસ રચી દીધો છે.  ભાજપે ઈતિહાસ રચી દીધા બાદ હવે કમુરતા શરૂ થાય તે પહેલાં 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે  સપથવિધી થાય તેવું આયોજન થઈ રહ્યું છે અને ભુપેન્દ્ર પટેલની ગત સરકારમાં સુરત શહેરના પુર્ણેશ મોદી, હર્ષ સંઘવી, વિનોદ મોરડીયા અને મુકેશ પટેલ મંત્રી હતા જ્યારે  દક્ષિણ ગુજરાતમાંથી કનુ દેસાઈ મંત્રી હતી.

રુપાણી સરકારમાં સુરતના એક માત્ર કુમાર કાનાણી મંત્રી હતા તેમને હટાવીને સુરતને ચાર મંત્રી આપવામાં આવ્યા હતા. જોકે, હવે ભુપેન્દ્ર પટેલ નવા ઈતિહાસ સાથે ફરીથી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે ત્યારે તેમના નવા મંત્રી મંડળમાં સુરત અને દક્ષિણ  ગુજરાતને કેટલું અને કેવું પ્રતિનિધિત્વ મળે છે તે અંગે  કાર્યકર-નેતાઓ સાથે લોકોમાં ભારે ઉત્સુકતા છે. 156 ધારાસભ્ય હોવાથી મંત્રીઓ પસંદ કરવા માટે ભાજપ પાસે વિશાળ વિકલ્પ છે તેથી  સુરતને પ્રતિનિધત્વ ગત ટર્મ જેવું ન મળે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે અને બીજી તરફ એવું પણ કહેવાય  રહ્યું છે કે, વિપરીત સ્થિતિમાં સુરત સહિત દક્ષિણ ગુજરાત ભાજપનો ગઢ બની ગયો છે તે જોતાં પ્રતિનિધિત્વ ચોક્કસ મળશે.

12 ડિસેમ્બરે નવું મંત્રીમંડળ રચાય તેમાં પુર્ણેશ મોદી, હર્ષ સંઘવી, વિનોદ મોરડીયા અને મુકેશ પટેલ સાથે કનુ દેસાઈને સ્થાન મળે છે કે નહીં તે અંગે અનેક અટકળો છે. આ ઉપરાંત અન્ય ચહેરાના નામ પણ ચર્ચાઈ રહ્યાં છે તેથી આ વખતે મંત્રી મંડળ પહેલા સુરતને મંત્રી મંડળ માં કેટલું મહત્વ મળે તે અંગે લોકો અનેક અટકળો કરી રહ્યાં છે અને આ અટકળો કેટલી સાચી અને કેટલી ખોટી તે તો મંત્રી મંડળની જાહેરાત થશે ત્યારે જ ખબર પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.