શુ IPLના મધ્યમાં થશે સુરેશ રૈનાની CSKમાં રી-એન્ટ્રી ?? જાણો વિગતવાર..

સુરેશ રૈના ચેન્નાઈ સુપર કિંગ્સમાં વાપસી કરી શકે છે. આઈપીએલની 15મી સીઝનમાંથી દીપક ચહરના બહાર થયા બાદ તેના સ્થાને રૈનાને સામેલ કરવામાં આવી શકે છે.અને સૂત્રોના જણાવ્યા અનુસાર, રૈના સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેના પર નિર્ણય લેવામાં આવ્યો નથી.

રૈનાને આઈપીએલમાં કોઈ ખરીદનાર નથી મળ્યો. રૈના ગત સિઝન સુધી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. ચેન્નાઈએ તેને જાળવી રાખ્યો નથી અને, સાથે જ કોઈપણ ફ્રેન્ચાઇઝીએ હરાજીમાં રસ દાખવ્યો ન હતો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, CSK IPL કોમેન્ટ્રી કરી રહેલા સુરેશ રૈના સાથે ફરી જોડાઈ શકે છે.અને વાસ્તવમાં અંબાતી રાયડુનું પ્રદર્શન આ સિઝનમાં સારું રહ્યું નથી. રાયડુએ અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં 20.50ની એવરેજથી 82 રન બનાવ્યા છે. ચેન્નાઈ અત્યાર સુધી 5 મેચમાંથી માત્ર 1 મેચ જીતી શકી છે.

દીપક ચહર ઈજાના કારણે શરૂઆતની મેચોમાં રમી શક્યો ન હતો. એવું માનવામાં આવતું હતું કે તે IPLની મધ્યમાં વાપસી કરી શકશે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ દરમિયાન તેને ફરીથી ઈજા થઈ હતી.અને આવી સ્થિતિમાં તે IPLની આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. દીપક ચહરને IPL મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

રૈના આઈપીએલના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી એક છે. અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને છે. રૈનાએ 205 મેચોમાં 32.51ની એવરેજ અને 136.76ની સ્ટ્રાઈક રેટથી 5528 રન બનાવ્યા છે. તેણે IPLમાં એક સદી અને 39 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 506 ફોર અને 203 સિક્સર ફટકારી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.