ટ્રમ્પ સાથે દુશ્મની પડશે ભારે ? લાવ્યાં પોતાની જ મીડિયા કંપની

ડોનાલ્ડ ટ્રમ્પ લાવ્યાં જઈ રહ્યાં છે પોતાની મીડિયા કંપની..

$1 બિલિયન રોકાણ કરી લોન્ચ કરી રહ્યાં છે કંપની..

અમેરિકાના (AMERICA) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (PRESIDENT DONALD TRUMP) નવી સોશિયલ મીડિયા (SOCIAL MIDEA) ફર્મ પર દાવો કર્યો છે કે તે સ્ટોક માર્કેટ લિસ્ટિંગ (STOCK MARKET LISTING) પહેલાં રોકાણકારો (INVESTORS) પાસેથી $1 બિલિયન એેટલે કે ૭૫ અબજ ૧૩ કરોડ ૪૬ લાખ ૫૫ હજાર ૫૦૦ રુપિયા એકત્ર કરવા માટે સંમત (AGREED) થઈ છે.

જો મીડીયા એન્ડ કંપની ગ્રુપ આવતા વર્ષથી શરૂઆતમાં ટુથ સોશિયલ નામની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરવા જઈ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે આ નિર્ણય એવા સમયે લેવા માં આવ્યો છે કે જ્યારે ટ્રમ્પ પર આ વર્ષ જાન્યુઆરી ટ્વિટર અને ફેસબુક પર પ્રતિબંધ છે. ટ્રમ્પ મીડિયા અને ટેકનોલોજી ગ્રુપે કહ્યું , એક અબજ ડોલર એકત્ર કરે છે તે સૂચવે છે કે સેન્સરશીપ અને રાજકીય ભેદભાવ સમાપ્ત થવો જોઇએ.

કંપનીએ કહ્યું જેમ અમારી બેલેન્સશીટ વધશે તેમ ટ્રમ્પ મિડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપના બિગ ટેકનાં જુલમ સામે લડવા માટે વધુ મજબૂત સ્થિતિમાં હશે.ટ્રમ્પે આ વર્ષેની શરુઆતમાં ટુથ સોશિયલ લોન્ચ કર્યુ હતું. યોજનાની જાહેરાત કરતા કહેવામાં આવ્યું હતું કે તે રાજકીય વિચારધારાનાં આધારે ભેદભાવ વિના સંવાદનો આધાર બનશે.

ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ આ પ્રોજેક્ટ પર ડિજિટલ વર્લ્ડ એકિવઝિશન સાથે ભાગીદારી કરી છે. ટ્રમ્પની પેઢીએ જણાવ્યું હતું કે તેને સંસ્થાકીય રોકાણકારોનાં ગ્રુપ પાસેથી ₹.૧ બિલિયન મળ્યાં છે. જો કે આ રોકાણકારો કોણ છે તે જણાવ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.