IPL 2022મા આ વખતે ખેલાડીઓને કોરોના થાય તો શું IPL રદ થશે? જાણો સમગ્ર વિગતો….

IPL 2022મા ભારતમાં કોરોનાના કેસ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની સિઝન યોજાવા જઇ રહી છે.અને સીસીઆઈએ કોરોના સંક્રમણનો સામનો કરવા અને ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે ઘણી યોજનાઓ બનાવી છે. સીઝન 26 માર્ચથી શરૂ થવાની છે. ફાઈનલ 29 મેના રોજ રમાશે.

ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. ગયા વર્ષે કોરોનાના કેસ નોંધાયા બાદ 4 મે, 2021 ના ​​રોજ આઇપીએલને સ્થગિત કરવામાં આવી હતી. તેનો બીજો હાફ યુએઈમાં થયો હતો.અને જો આ વખતે પણ આવા જ કેસ નોંધાશે તો શું પ્લાન હશે? ચાલો જાણીએ.

આ વખતે કુલ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો એકબીજા સામે 14-14 મેચ રમશે. આ રીતે ગ્રુપ સ્ટેજમાં કુલ 70 મેચ રમાશે. આ પછી ફાઈનલ સહિત 4 પ્લેઓફ મેચો રમાશે.અને ગ્રુપ સ્ટેજની તમામ મેચો પુણેના એમસીએ સ્ટેડિયમ સિવાય મુંબઈના વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમવાની છે.

A ગ્રુપ: મુંબઈ ઈન્ડિયન્સ (MI), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), રાજસ્થાન રોયલ્સ (RR), દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)

B ગ્રુપ: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT)

જો કોઈ એક ખેલાડી અથવા સ્ટાફ સંક્રમિત છે, તો તે કિસ્સામાં તે પોઝિટિવ વ્યક્તિને 7 દિવસ માટે આઈસોલેશનમાં મોકલવામાં આવશે. આ દરમિયાન, RT-PCR ટેસ્ટ છઠ્ઠા અને 7મા દિવસે કરવામાં આવશે. બંને ટેસ્ટમાં નેગેટિવ આવશે તો જ ટીમ સાથે બાયો-બબલમાં એન્ટ્રી આપવામાં આવશે.અને ફરીથી ટીમમાં સામેલ કરતા અગાઉ જોવામાં આવશે કે શું તેનામાં કોઈ લક્ષણો છે કે તેણે છેલ્લા 24 કલાકમાં કોઈ દવા લીધી છે કે નહીં.

કોઈપણ એક મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ઓછામાં ઓછા 7 ભારતીય અને વધુમાં વધુ 4 વિદેશી ખેલાડીઓ રમાડવાના હોય છે. અવેજી (ભારતીય) પણ છે. આ રીતે 12 ખેલાડીઓની ટીમ મેચની તૈયારી કરે છે. અને જો કોરોના ચેપને કારણે ટીમનું આ સંતુલન બગડે તો તે સ્થિતિમાં મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે.

જો કોઈ કારણોસર આ શક્ય ન બને તો આ સમગ્ર મામલો IPLની ટેકનિકલ કમિટીને મોકલવામાં આવશે. ત્યારબાદ સમિતિનો નિર્ણય માન્ય રહેશે. અગાઉ કોઈપણ મેચને ફરીથી શેડ્યૂલ કરવાની કોઈ પ્રક્રિયા નહોતી.અને ત્યારબાદ જો કોઈ ટીમ પ્લેઈંગ-11માં ઉતરી ન શકી તો વિરોધી ટીમને પોઈન્ટ આપવામાં આવતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.