શું ગુજરાતમાં પણ આવશે ચિત્તા ? રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને કરવામાં આવશે દરખાસ્ત

કેન્દ્ર સરકાર દ્વારા નામ્બિયાથી ભારત ચિત્તા લાવ્યા છે ત્યારે હવે ગુજરાતમાં પણ ચિત્તા લાવવાની કવાયત શરૂ થઇ ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને આ અંગે દરખાસ્ત કરી છે. કેન્દ્ર સરકારે ટુરિઝમને વેગ મળે તે માટે નામિબિયાથી વિમાન દ્વારા 8 ચિત્તાને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લાવવામાં આવ્યા હતા. આ ચિતામાં 5 માદા અને 3 નર સામેલ હતા. આ ચિત્તાને મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્ક ખાતે છોડવામાં આવ્યા હતા. હવે સૂત્રોમાંથી સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતમાં પણ કેન્દ્રની માફક ચિતા લઇ આવવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા આ બાબત અંગે પ્રક્રયા શરુ કરી છે અને કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી છે. ગુજરાતમાં પણ પ્રવાસનને વેગ મળે તે માટે રાજ્યમાં ચિત્તા લાવવામાં આવશે. ગુજરાતમાં એશિયાટિક લાયન પહેલેથી જ રાજ્યના ટુરિઝમને વેગ આપી રહ્યા છે ત્યારે હવે ગુજરાતના જંગલોમાં ચિત્તા લાવવા સરકાર યોજના બનાવી રહી છે.

નોંધનીય છે કે મધપ્રદેશનો ચંબલનો વિસ્તાર ઘણા સમય પહેલા ડાકુઓના ગાઢ તરીકે ઓળખવામાં આવતો હતો જો કે હવે આ  વિસ્તાર ફરી પ્રખ્યાત થયો છે કારણે કે કેન્દ્ર સરકાર દ્વારા આ વિસ્તારમાં ખાસ 8 ચિત્તા છોડવામાં આવ્યા છે જે નામ્બિયાથી ખાસ વિમાન મારફતે લાવવામાં આવ્યા હતા. આ ચિત્તાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.