શું અમેરિકન સેના યૂક્રેન જવા નીકળશે ? બાઇડેને આપ્યું ચોંકાવનારું નિવેદન

રશિયા-યૂક્રેન યુદ્ધ મુદ્દે અમેરિકા ભારત સાથે વાત કરશે.અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે કહ્યું કે તેઓ રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ યૂક્રેનના ઘેરાયેલા સંકટ પર ભારત સાથે ચર્ચા કરશે. વાસ્તવમાં યૂક્રેન સંકટ પર વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યારે રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું કે શું ભારત રશિયાના હુમલા પર સંપૂર્ણ રીતે અમેરિકાની સાથે છે? તો આના જવાબમાં તેમણે વિચારવિમર્શની વાત કરી હતી.

તો બાઇડેને તેના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન પર આક્રમક હોવાનો આરોપ લગાવતા કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિએ યૂક્રેન સામે યુદ્ધ પસંદ કર્યું. તેમણે રશિયા સામે નવા આર્થિક પ્રતિબંધોની પણ જાહેરાત કરી, પરંતુ રશિયન દળો સામે યુદ્ધ કરવા માટે યૂક્રેનમાં યુએસ દળો મોકલવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો. અને તેમણે કહ્યું કે વિશ્વ રશિયા સામે એકજૂથ છે. આ સિવાય બાઇડેને પુતિન સાથે વાત કરવાની ના પાડી દીધી છે. કહ્યું કે મારી કોઇ યોજના નથી પરંતુ પુતિન ફરીથી સોવિયતં સંઘ બનાવા માંગે છે. પરંતુ પત્રકારોના પ્રશ્ન પર બાઇડેને ચોક્કસ ભારત સાથે ચર્ચા કરવાની વાત કહી.

એવું મનાય છે કે યૂક્રેન સંકટને લઈને ભારત અને અમેરિકાનું વલણ એક જેવું નથી. ભારતની રશિયા સાથે જૂની મિત્રતા છે.અને જ્યારે યુએસ સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારી છેલ્લા દોઢ દાયકામાં અભૂતપૂર્વ ગતિએ વધી છે. નવી દિલ્હી અત્યાર સુધી આ મુદ્દે હળવી પ્રતિક્રિયા આપી રહી છે.

બાઇડેને કહ્યું કે જો રશિયા અમેરિકા પર હુમલો કરે છે તો અમેરિકા જવાબ આપવા તૈયાર છે. તેમણે નાટો દળોને મદદ કરવા માટે વધુ દળો મોકલવાની પણ જાહેરાત કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રતિબંધો રશિયન બેંકો અને ઉચ્ચ તકનીકી ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. યુએસ અને તેના સાથી દેશો ચાર મોટી રશિયન બેંકોની સંપત્તિને અવરોધિત કરશે, નિકાસ નિયંત્રણો લાદશે અને કુલીન વર્ગો પર પ્રતિબંધો લાદશે. તેમણે વધુમાં કહ્યું કે મેં હુમલા અંગે ચર્ચા કરવા માટે મારા જી7 સમકક્ષો સાથે બેઠક કરી હતી. અને અમે રશિયાને જવાબદાર રાખવા માટે વિનાશક પ્રતિબંધો અને અન્ય આર્થિક પગલાં લાદવા સંમત થયા છીએ. અમે યૂક્રેનના લોકો સાથે છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.