આ મહિને એેટલે કે ૩૦ નવેમ્બરે સ્માર્ટ ફોન (SMART PHONE) નિર્માતા xiaomi પોતાનો નવો સ્માર્ટફોન Redmi Note 11 T લોન્ચ કરવા જઈ રહ્યાં છે. આ ફોનને ચીનમાં (CHINA) લોન્ચ કરવામાં આવ્યો છે. પરંતુ ભારતમાં (INDIA) અલગ અલગ નામથી (NAME) લોન્ચ (LAUNCH) કરવામાં આવી રહ્યો છે.
Xiaomi અને એમેઝોનની પાર્ટનરશિપને કારણે , એમેઝોન એ ફોન લોન્ચ કરતાં પહેલાં એક નવી ઓફર લઈને આવ્યું છે. તેમાં તમે આ ફોન જીતી શકો છો.
Redmi Note 11T એમેઝોન પર લોન્ચ કરવામાં આવશે. લોન્ચ પહેલાં આને લગતી એક નવા કોન્ટેસ્ટનું એલાન કરવામાં આવ્યું છે. આ કોન્ટેસ્ટમાં યુઝર્સ આ પ્રોડક્ટ સાથે સંબંધિત કિવઝ રમવાની રહેશે અને જે લોકો તમામ પ્રશ્નોનાં સાચા જવાબ આપશે તેમાંથી એકને આ કોન્ટેસ્ટનાં વિજેતા તરીકે જાહેર કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ કોન્ટેસ્ટ મર્યાદિત સમય માટે રજૂ કરવામાં આવ્યો છે. તમે 15 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે તેમાં ભાગ લઈ શકો છો. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારે Amazonની એપ અથવા વેબસાઈટ પર જવું પડશે અને પછી સર્ચ બારમાં આ ફોનનું નામ લખીને સર્ચ કરવું પડશે. અહીં તમારે ‘Answer and Win’ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અને Redmi Note 11T 5G સંબંધિત પાંચ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. જો તમે આ ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબો આપો તો તમને આ કોન્ટેસ્ટના લકી ડ્રોમાં સામેલ કરવામાં આવશે.
આ લકી ડ્રો કોન્ટેસ્ટ સમાપ્ત થયા પછી કરવામાં આવશે અને 22મી ડિસેમ્બરે તમે એમેઝોન પર આવીને જોઈ શકો છો કે તમે આ લકી ડ્રો જીત્યો છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.