શિયાળાની ઋતુને ખાણી-પીણીની ઋતુ માનવામાં આવે છે. આ ઋતુમાં એક વસ્તુ છે જેને લોકો ખૂબ મજાથી ખાય છે અને તે છે મગફળી. મગફળીમાં તે તમામ પોષક તત્ત્વ મળી આવે છે જે બદામમાં હોય છે. એટલા માટે તેને સસ્તું બદામ પણ કહેવામાં આવે છે. મગફળીમાં સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો હોય છે. જાણો, શિયાળામાં મગફળી કેમ ખાવી જોઇએ..
પ્રોટીનથી ભરપૂર :- મગફળીમાં પર્યાપ્ત પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે જે શારીરિક વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. જો તમે કોઇ પણ કારણથી દૂધ નથી પીતા તો મગફળીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે.
વજન ઓછું કરો :- મગફળી વજન ઓછું કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. મગફળી ખાદ્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેના કારણે તમે વધુ ખાઇ શકતાં નથી જેના કારણે તમને વજન ઘટાડવામાં સરળતા રહે છે.
હૃદયની બીમારીને દૂર કરે :- મગફળી એન્ટી-ઑક્સીડેન્ટ્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ સ્ટ્રોક અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું કરે છે. મગફળીમાં રહેલ ટ્રિપ્ટોફૈન ડિપ્રેશનની સમસ્યાને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
કેન્સરનું જોખમ ઓછુ :- મગફળીમાં વધારે પ્રમાણમાં ફાઇટોસ્ટેરૉલ રહેલું હોય છે, જેને બીટા-સીટોસ્ટેરોલ કહેવાય છે. આ ફાઇટોસ્ટેરૉલ કેન્સરથી સુરક્ષિત રાખવામાં અસરકારક સાબિત થાય છે. યૂએસમાં કરવામાં આવેલી એક સ્ટડીના રિપોર્ટ અનુસાર, જે મહિલાઓ અને પુરુષ ઓછામાં ઓછા અઠવાડિયામાં 2 વાર મગફળીનું સેવન કરે છે તેવી મહિલાઓમાં કોલોન કેન્સર થવાનું જોખમ 58 ટકા અને પુરુષોમાં 27 ટકા ઓછું થાય છે.
ડાયાબિટીસથી બચાવે છે :- મગફળીમાં મેગેનીઝની સાથે-સાથે મિનરલ્સ પણ મળી આવે છે. આ મિનરલ્સ ફેટ, કાર્બોહાઇડ્રેટ, મેટાબૉલિઝ્મ, કેલ્શિયમ, અબ્સૉર્પ્શન અને બ્લડ શુગરને રેગ્યુલેટ કરે છે. કેટલાય સ્ટડી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મગફળીનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ 21 ટકા સુધી ઘટી જાય છે. જો તમને ડાયાબિટીસ છે તો પોતાના ડૉક્ટરની સલાહ લઇને મગફળી ખાઇ શકો છો.
બેડ કૉલેસ્ટ્રોલ :- મગફળીમાં ભરપૂર પ્રમાણમાં મોનોસૈચ્યુરેટેડ અને પૉલીઅનસૈચ્યુરેટેડ ફેટ્સ હોય છે. મગફળીમાં મળી આવતા ઓલેક એસિડ બ્લડમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કૉલેસ્ટ્રોલના લેવલને વધારે છે. આ શરીરમાં કૉલેસ્ટ્રોલના સ્તરને બેલેન્સ પણ કરે છે અને આ સાથે જ કોરોનરી આર્ટરી ડિસીઝથી શરીરને સુરક્ષિત રાખે છે.
ફર્ટિલિટીને સારું બનાવે છે :- મગફળીમાં ભારે પ્રમાણમાં ફોલિક એસિડ રહેલો હોય છે, જે મહિલાઓમાં ફર્ટિલિટીને મજબૂત બનાવે છે. આ ગર્ભમાં વિકસતાં બાળકના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જો તમે પ્રેગનેન્સીના શરૂઆતના દિવસોમાં છો તો આજથી જ મગફળી ખાવાની શરૂઆત કરી દો. તેનાથી બાળકનું સ્વાસ્થ્ય સારું બની રહેશે. મગફળીનાં સેવનથી થનાર બાળકમાં અસ્થમા થવાનું જોખમ પણ ઓછું થઇ જાય છે.
ચહેરા પર ચમક આવે છે :- મગફળી સ્વાસ્થ્યની સાથે-સાથે સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. મગફળીમાં રહેલ મોનોસૈચ્યુરેટેડ એસિડ સ્કિનને હાઇડ્રેટ રાખવાની સાથે-સાથે સ્કિનમાં ગ્લો પણ લાવે છે.
ઇમ્યૂનિટી મજબૂત બનાવે છે :- મગફળીમાં વિટામિન C પણ મળી આવે છે, જે શિયાળામાં થતી શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી બચાવે છે. દરરોજ મગફળી ખાવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રહે છે અને શરીરની અંદરથી એનર્જી મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.