વિન્ટર સોલસ્ટાઇસનો અર્થ છે ‘વર્ષનો સૌથી ટૂંકો દિવસ’. દર વર્ષે 21 ડિસેમ્બર વર્ષનો સૌથી નાનો દિવસ વિન્ટર સોલસ્ટાઇસ હોય છે. ખાસ વાત એ પણ છે કે આ દિવસે સૂરજથી ધરતી ઘણી દૂર હોય છે, એવામાં ચંદ્રની રોશની વધુ સમય સુધી રહેશે. 21 ડિસેમ્બરને વર્ષનો સૌથી ઠંડો દિવસ પણ કહેવામાં આવે છે. કેટલાય દેશોમાં આ દિવસ પર્વની જેમ પણ મનાવવામાં આવે છે. ચીનમાં આ દિવસ Dongzhi પર્વ મનાવવામાં આવે છે. આ દિવસનો ઉત્સવ મનાવતા લોકો રાઇસ બોલ્સનું સેવન કરે છે. આયરલેન્ડમાં લોકો Solsticeથી થોડાક દિવસ પગેલા ન્યૂગ્રેન્જ એટલે કે 5,000 વર્ષ જૂના કબ્રિસ્તાનમાં એકઠા થાય છે અને ત્યારબાદ મકબરા પર પડતાં સૂર્યોદયના પ્રકાશની પ્રતીક્ષા કરે છે.
Winter Solstice એક લેટિન શબ્દ છે, જેનો અર્થ છે – ‘સૂરજ સ્થિર’. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ધરતી પોતાની ધરી પર સાડા ત્રેવીસ ડિગ્રી નમેલી હોય છે. શું તમે જાણો છો કે આ દિવસનું ધાર્મિક મહત્ત્વ પણ છે. માન્યતા છે કે તેને ધનુરાશિનો છેલ્લો દિવસ અને વાસ્તવિક સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે અને લગભગ 1700 વર્ષ પહેલા આ દિવસે મકર સંક્રાંતિ પણ મનાવવામાં આવતી હતી.
વિન્ટર સોલસ્ટાઇસની જેમ સમર સોલસ્ટાઇસ પણ હોય છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે રાત ટૂંકી અને દિવસ લાંબો હોય છે. 21 જૂનના દિવસે સમર સોલસ્ટાઇસ આવે છે, કહેવાય છે કે આ દરમિયાન સૂર્યનો પ્રકાશ દક્ષિણ ગોળાર્ધ પર ઓછો અને ઉત્તર ગોળાર્ધ પર વધારે પડે છે.. ભારત જેવા ઉત્તર ગોળાર્ધમાં આવતાં દેશોમાં Winter Solsticeની અસર જોવા મળે છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં સમર સોલસ્ટાઇસની અસર જોવા મળે છે. આ ગોળાર્ધમાં આ દિવસે વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.