TATA ની આ કાર આવતાની સાથે જ લોકોના દિલ પર છવાઈ જુઓ તેની તસ્વીર…

ટાટા મોટર્સે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલના સફરને શાનદાર બનાવવાની તૈયારી કરી લીધી છે.અને કંપનીએ પોતાની ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ suv Tata Curvvની પહેલી ઝલક દુનિયાની સામે રજુ કરી દીધી છે. જાણો કેમ શાનદાર છે આ કાર.

ટાટા મોટર્સનું કહેવું છે કે Tata Motors Curvv ભવિષ્યની SUV હશે. આની ડિઝાઇન તેને ખુબ જ ખાસ બનાવે છે.અને આમાં એક સેડાનની જેમ ઘણા લકઝરી અને કમ્ફર્ટ ફીચર હશે. આ સાથે જ આ SUVની જેમ રસ્તા પર દોડવા વાળી પાવરફુલ ગાડી પણ હશે. કંપનીની આ ગાડી આવનારા 2 વર્ષમાં રસ્તા પર દોડતી જોવા મળી શકે છે.

Tata Motors Curvvની ડીઝાઇન ખુબ જ યુનિક છે. આની બોડી ટાઈપ સ્પોર્ટી કૂપે સ્ટાઈલ છે. આ પ્રકારની ડીઝાઇન હાલમાં ફક્ત લકઝરી સેગમેન્ટમાં જ જોવા મળે છે. Tata Motors Curvv એક પ્રોડક્શન રેડી ડીઝાઇન છે.અને આ ટાટા મોટર્સની પહેલી એવી ગાડી હશે કે જે ઇલેક્ટ્રિક વ્હીકલના રૂપમાં સીધી માર્કેટમાં લોન્ચ થશે, ત્યાર બાદ આ ગાડીમાં પેટ્રોલ-ડીઝલ વિકલ્પ પણ આવવાની આશા છે.

ટાટા મોટર્સના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેશ ચંદ્રનું કહેવું છે કે, ગત વર્ષે ટાટા મોટર્સની ઇલેક્ટ્રિક ગાડીઓનું વેચાણ વાર્ષિક સ્તર પર 353% વધ્યું છે. Tata Motors Curvvમાં ટાટા મોટર્સના બ્રાંડ નેમના ભરોસે, નવા વિચાર અને નવી ડીઝાઇનનું અદભુત સંગમ જોવા મળશે. Curvv કોન્સેપ્ટની સાથે જ કંપની ઇલેક્ટ્રિક વ્હીકલની બીજી પેઢીમાં પ્રવેશ કરી રહી છે.અને દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવવામાં હાલમાં જે મુશ્કેલીઓ નડી રહી છે, તે મુશ્કેલીઓથી આગળ વધીને લોકોને ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવવામાં મદદ મળશે.

ટાટાએ કોન્સેપ્ટ CURVVના પાવરટ્રેન, બેટરી અને પર્ફોમન્સ વિશે કોઈ માહિતી હાલમાં આપી નથી. જો કે કાર ઉત્પાદકે જણાવ્યું કે, CURVV ફૂલ ચાર્જિંગ પર 400 કિલોમીટર થી 500 કિલોમીટરની વચ્ચેનું અંતર કાપવાની છે.

જો કે, હજી એ વાતની સ્પષ્ટતા નથી થઇ કે Tata Motors Curvvની કિંમત કેટલી હશે.અને હાલમાં કંપનીએ આનો ફક્ત કોન્સેપ્ટ લોન્ચ કર્યો છે. આ ગાડીને લોન્ચ કર્યા બાદ જ આ ગાડીની સાચી કિંમત ખબર પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.