રાજસ્થાનના ઉદયપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાઉન્સિલર પર એક પરણિત મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા છે.અને મહિલાનો આરોપ છે કે ભાજપના કાઉન્સિલરે તેમની સાથે છેડછાડ કરી અને અશ્લીલ ઇશારા કર્યા. તેના પર પરણિત મહિલાએ પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલર વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. આરોપી કાઉન્સિલરની દુકાન પણ પરણિતાના ઘર સામે જ છે. મહિલાનો આરોપ છે કે વિરોધ કરવા પર તેઓ તેની સાથે ગાળાગાળી કરે છે અને ઝઘડો કરવા પર ઉતરી આવે છે.
આ ઘટના સંબંધિત પોલીસ સ્ટેશનના ASI પૂંજીલાલ મીણાએ જણાવ્યું કે વિસ્તારમાં પરણિતાનું ત્રણ માળનું ઘર છે. મકાનના રસોડાની બારી જે તરફ ખૂલે છે તે સામે કાઉન્સિલર દીલિપ ખટિકની મીટની દુકાન છે. મહિલાનો આરોપ છે કે જ્યારે તે બારી ખોલે છે તો કાઉન્સિલર સામે આવીને અશ્લીલ ઇશારા કરે છે. ના પાડવા પર ગાળાગાળી અને જાતિગત કેસમાં ફસાવવાની ધમકી પણ આપે છે.અને એક દિવસ અગાઉ પણ દીલિપ ખટિકે મહિલા સાથે છેડછાડ કરી હતી. વિરોધ કરવા પર પરણિત મહિલાનો પતિ પણ આવી ગયો.
બંને વચ્ચે ગાળાગાળી થઈ ગઈ હતી. મહિલાએ જણાવ્યું કે આરોપી તેનો પીછો કરે છે અને અભદ્ર ટિપ્પણી પણ કરે છે. પીડિત મહિલાનું કહેવું છે કે આરોપી કાઉન્સિલરની આ પ્રકારની હરકતોથી તે ઘરમાં કેદ થઈને રહી ગઈ છે. હવા માટે બારી દરવાજા પણ ખોલી શકતી નથી. રસોઈમાં રસોઈ બનાવવી પણ મુશ્કેલ થઈ ગઇ છે. ઘણું સહન કર્યા બાદ પોલીસ સ્ટેશન પહોંચવાનો નિર્ણય કરવો પડ્યો. અને ઘટનાની તપાસ કરી રહેલા ASI પૂંજીલાલે જણાવ્યું કે તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. પરણિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે.
પરિણીત મહિલાનું નિવેદન કોર્ટમાં નોંધાયા બાદ જ આગામી કાર્યવાહી કરવામાં આવશે. આરોપી સલૂંબરમાં વોર્ડ નંબર 15થી ભાજપના કોર્પોરેટર છે અને ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા મહામંત્રી છે. આ અગાઉ પણ આવી ઘટના આવી છે જ્યારે ભાજપના નેતાને મહિલા સાથે છેડછાડ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના મહારાષ્ટ્રમાં બની હતી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ એ સમયે કહ્યું હતું કે ઠાણે જિલ્લાના મુરબાડથી કોર્પોરેટર નીતિન તેલવાનાએ મહિલાના ઘરમાં ભરાઈને છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાબતે ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.