જમીન માં ખાડો ખોદી પીપડા દાટી સંતાડવામાં આવેલ શરાબના જથ્થા સાથે અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતેથી મહિલા બુટલેગર ની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી
News Detail
ભરૂચ જિલ્લામાં દિવાળી ના તહેવારો ટાણે નશાનો વેપલો કરતા તત્વો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક પોલીસના દરોડામાં બુટલેગરો ઝડપાઇ રહ્યા છે,છેલ્લા એક સપ્તાહ માં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં લાખોની કિંમત નો શરાબ નો જથ્થો અત્યાર સુધી ઝડપાઇ ચુક્યો છે,તેવામાં વધુ એક સ્થળે પોલીસે દરોડા પાડી બુટલેગરો ના નશાના વેપલાને ડામ્યો છે,
ભરૂચ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ના જુના બોરભાઠા બેટ વિસ્તારના સડક ફળિયા માં રહેતો ઉક્કડ ભાઈ મગનભાઈ વસાવા નાઓને ત્યાં દરોડા પાડી તેઓના મકાન માં તથા મકાન ના પાછળ ના ભાગે વાડા માં પીપડા દાટી ભારતીય બનાવટ નો વિદેશી શરાબ નો જથ્થો ઉતારી સંતાડી રાખ્યો હતો જે બાદ પોલીસે તલાશી લેતા ભારતીય બનાવટ ની વિદેશી શરાબ ની નાની મોટી કુલ ૨૪૯ બોટલ મળી કુલ ૨૬૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે,
ક્રાઇમ બ્રાંચે પાડેલ દરોડામાં એક મહિલા બુટલેગર ગંગા બહેન ઉક્કડ ભાઈ વસાવા ની ધરપકડ કરી હતી તેમજ મામલે ઉક્કડભાઈ મગનભાઇ વસાવા નામના બુટલેગર ને વોન્ટેડ જાહેર કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.