બૂટલેગરને સવલત આપવા માટે પૈસા લેવા જતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ રંગેહાથ એસીબીના સકંજામાં આવી ગયા છે જોકે,પીએસઆઈ ફરાર થઇ ગયા છે. મહિલા PSI અને કોન્સ્ટેબલ 35 હજાર લાંચ મામલે ACBના સંકજામાં આવી ગયા હતા.
મળતી વિગતો મુજબ છોટા ઉદેપુરના કરાલી પોલીસ મથકના PSIઆર.જે.ચોટલીયા અને કોન્સ્ટેબલ કિરણ વસાવા ACB ટ્રેપમાં ફસાયા હતા અને જેઓએ બુટલેગરને કોર્ટમાં જલ્દી રજૂ કરવા અને સવલત આપવા માટે રૂ.35,000 માંગ્યા હતા જેથી બૂટલેગરે એસીબીને જાણ કરતા ગોઠવાયેલા છટકામાં લાંચ સ્વીકારતા કોન્સ્ટેબલ કિરણ વસાવા રંગેહાથ ઝડપાયો હતો જ્યારે PSI આર.જે.ચોટલીયા ફરાર થઈ ગયા છે.
આ ઘટનાને લઈ છોટાઉદેપુર પંથકમાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે.ભ્રષ્ટાચાર, કટકી, નીવેદ, તોડ આ શબ્દો હવે રોજીંદા જીવનમાં રોજ સાંભળવા મળતા હોય છે, દર થોડા દિવસે રાજ્યમાં ક્યાય ને ક્યાય કોઈ ને કોઈ કચેરીના અધિકારી કે પછી કર્મચારી સીધા જ કે વચેટિયા મારફતે લાંચ લેતા ઝડપાઈ જવાના કિસ્સાઓ વધી રહયા છે અને ત્યારે લાંચિયા સરકારી બાબુઓ સામે કાર્યવાહી કરનાર એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવાની લોકોમાં હવે જાગૃતિ કેળવાતા લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.