ઓના નામે મિલકત ખરીદવાથી ઘણા ફાયદા થાય છે. મહિલાઓને જમીન કે મકાન ખરીદવા પર આ વસ્તુઓમાં …
જો તમે પણ પ્રોપર્ટીમાં રોકાણ કરવા જઈ રહ્યા છો અને પરિણીત છો, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમારી પત્નીના નામે પ્રોપર્ટી ખરીદવી એ નફાકારક સોદો હોઈ શકે છે. આવું કરવાથી તમને થશે મોટો ફાયદો
મોટાભાગના લોકો ઘર ખરીદવા માટે લોન લે છે, ઘણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પુરૂષોની સરખામણીએ મહિલાઓને વ્યાજ દરમાં રાહત આપે છે.
પતિ-પત્નીની આવક કમ્બાઇન હોવાથી લોનની યોગ્યતા વધી જાય છે. એટલે કે તમે તમારા ડ્રિમ હોમ માટે વધુ લોન લઈ શકશો. ઘણા રાજ્યોમાં મહિલાઓના નામે જમીન કે મકાન ખરીદવા પર ટેક્સમાં છૂટ આપવામાં આવે છે.
ઘર ખરીદવા સાથે સંકળાયેલા મહત્વના ખર્ચ પૈકી એક સ્ટેમ્પ ડ્યુટી છે. જેની ચુકવણી તમારે પ્રોપર્ટી ખરીદતી વખતે કરવાની હોય છે. ઘણી રાજ્ય સરકારો મહિલાઓના નામે મકાન ખરીદવા અથવા પ્રોપર્ટીમાં જોઇન્ટ ઓનર હોવા પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપે છે.
મહિલાઓને ઘર ખરીદ્યા બાદ પ્રોપર્ટી ટેક્સમાં પણ છૂટ મળે છે. વિવિધ શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનો આ ડિસ્કાઉન્ટ આપે છે. ઘણા લોકો પ્રોપર્ટીમાં રોકાણને શ્રેષ્ઠ વિકલ્પ માને છે, આ સિવાય કેટલાક લોકો પોતાના જીવનની કમાણી ઘર કે જમીન ખરીદવામાં ખર્ચી નાખે છે.
રિયલ એસ્ટેટમાં મહિલાઓના રોકાણને પ્રોત્સાહન આપવા માટે, ઘણી બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ ઓછા વ્યાજ દરે હોમ લોન આપે છે. સામાન્ય રીતે, પુરૂષોની તુલનામાં મહિલાઓને વ્યાજ દરમાં 5 થી 10 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.05 થી 0.10 ટકાની છૂટ મળે છે. બેંકોના છૂટના દરો અલગ-અલગ હોઇ શકે છે. જે ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે. આ છૂટ દેખાય છે નાની પરંતુ લાંબા ગાળે સારુએવું વ્યાજ બચાવી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો હોમ લોનનો વ્યાજ દર 9.15 ટકાથી શરૂ થાય છે. મહિલાઓને 0.05 ટકાની છૂટ છે. તેમના માટે પ્રારંભિક વ્યાજ દર 9.10 ટકા છે. તેવી જ રીતે, સેન્ટ્રલ બેંકની ગૃહ લક્ષ્મી યોજનામાં મહિલાઓ માટે હોમ લોનનો વ્યાજ દર 8.35થી 9.25 ટકા છે જ્યારે અન્ય લોકો માટે 8.5 થી 9.5 ટકા છે.
પ્રોપર્ટી ખરીદવા પર અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવે છે, જેમાં ઘણા રાજ્યોમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને બે ટકા સુધીની છૂટ મળે છે.
મહિલાઓમાં માલિકીના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે, ભારત સરકારે વ્યાજ સબસિડી સહિત વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. આમાંની એક છે પ્રધાનમંત્રી આવાસ યોજના. જેમાં ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ એટલે કે CLSS નો વિકલ્પ છે.
લોન લઇને ઘર ખરીદનારા અને બનાવનારા આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS, લોઅર ઈન્કમ ગ્રુપ અને મિડલ ઈન્કમ ગ્રુપના લોકોને 2.67 લાખ રૂપિયા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે. નીચા વ્યાજ દર અને સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ, મહિલાઓને આપવામાં આવતી બે એવી છૂટ છે જેમાં તે પુરૂષોની સરખામણીમાં બાજી મારી જાય છે. આ બધા ફાયદાના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવાનું ચલણ નોંધપાત્ર રીતે વધ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.