યુવતીઓ માટે “માલ,આઈટમ કે છમ્મક-છલો” જેવા શબ્દો બોલ્યાતો હવે થશે ત્રણ વર્ષની સજા !

આજકાલ યુવતીઓ જોઈને આસપાસ ઉભેલા રોમિયો ગંદી કોમેન્ટ કરી છેડતી કરવામા બનાવો વધ્યા છે અને ત્યારે એકલ દોકલ યુવતીઓ માટે વપરાતા શબ્દો જો કોઈ બોલ્યા તો સજા થઈ શકે છે.

નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે એનસીઆઈબીએ એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાને માલ, છમ્મક-છલો, આઈટમ, ચૂડેલ, કાલમુખી, ચરિત્રહીન જેવા શબ્દોથી સંબોધશે અથવા આવા શબ્દો સાથે અશ્લીલ હરકતો કરે છે તો તેને IPCની કલમ 509 હેઠળ ત્રણ વર્ષની જેલ અને આર્થિક દંડ અથવા બન્ને થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ફિલ્મોમાં પણ આઈટમ કે માલ જેવા શબ્દોનો ઉપયોગ થતો જોયો હશે પણ હવે જાહેરમાં કોઈપણ મહિલા માટે આવા શબ્દો વાપરી શકાશે નહીં.

ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચું છે અને મહિલાઓ ની ઈજ્જત કરવાનું સૂચવ્યું છે અને ત્યારે હવે મહિલાઓ માટે સમાજમાં મોભો અને ઈજ્જત જળવાઈ રહે અને આવા શબ્દોની આડમાં થઈ રહેલી છેડતી રોકવા હવે મહિલાઓ માટે આપત્તિજનક શબ્દો બોલવા સામે કાયદાનો કોરડો વીંઝાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.