દેશભરમાં હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. લોકો વચ્ચે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. આ વચ્ચે વૈશ્વિક સ્તરે નેચરલ ગેસની કિંમતોમાં શુક્રવારે 40 ટકાનો વધારો થયો છે.
News Detail
ઘરેલુ સિલિન્ડના ભાવ
આપને જણાવી દઈએ કે દેશની ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. IOCL મુજબ આજે એલપીજી સિલિન્ડરના ભાવ ઓછા થયા છે. જ્યારે 14.2 કિલો ઘરેલુ એલપીજી સિલિન્ડર 6 જુલાઈની કિંમતે જ મળી રહ્યું છે. 6 જુલાઈના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો.
6.1 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમબીટીયુ)થી વધારીને 8.57 ડોલર
તેલ મંત્રાલયના પેટ્રોલિયમ યોજના અને વિશ્લેષણ સેલ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ જૂના ગેસ ક્ષેત્રમાંથી ઉત્પાદિત ગેસ માટે ચૂકવવાના દરને વર્તમાન 6.1 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમબીટીયુ)થી વધારીને 8.57 ડોલર પ્રતિ એમબીટીયૂ કરવામાં આવ્યો છે. આ દરે દેશમાં ઉત્પાદિત ગેસનો લગભગ બે તૃતીયાંશ ભાગ વેચવામાં આવશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કિંમત વધારી
આ આદેશ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના ભાગીદાર બીપી પીએલસી દ્વારા કેજી બેસિનમાં સંચાલિત ડી-6 બ્લોક જેવા મુશ્કેલ અને નવા ક્ષેત્રોમાંથી કાઢવામાં આવતી ગેસની કિંમત 9.92 ડોલરથી વધારી 12.6 ડોલર પ્રતિ યુનિટ કરી દેવામાં આવી છે. એપ્રિલ 2019 પછીથી ગેસની દરોમાં આ ત્રીજી વખત વધારો હશે. આંતરરાષ્ટ્રીય કિંમતોમાં મજબૂતીના કારણે તેમા વૃદ્ધિ થઈ છે. નેચરલ ગેસ ખાતર બનાવવાની સાથે વીજળી ઉત્પન્ન કરવા માટે એક પ્રમુખ કાચો માલ છે. તેને સીએનજીમાં પણ પરિવર્તિત કરાય છે અને પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) એટલે એલપીજી તરીકે પણ ઉપયોગ કરાય છે.
દર 6 મહિને ગેસના ભાવ નક્કી થાય છે
સરકાર દર છ મહિને એટલે કે એપ્રિલ અને ઓક્ટોબરની શરૂઆતમાં ગેસના ભાવ નક્કી કરે છે. આ ભાવ અમેરિકા, કેનેડા અને રશિયા જેવા ગેસ સરપ્લસ દેશોમાં પ્રવર્તમાન દરોના આધારે નક્કી કરાય છે. એક ઓક્ટોબરથી 31 માર્ચનો ભાવ જુલાઈ 2021થી જૂન 2022 સુધીના સરેરાશ ભાવ પર આધારિત છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક સ્તરે દરોમાં તીવ્ર વધારો થયો છે.
વીજળી બિલથી લઈ ખેતરો સુધી અસર
રિપોર્ટ મુજબ નેચરલ ગેસના ભાવમાં થયેલા વધારાથી દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં સીએનજી અને એલપીજીના દરોમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. તેનાથી વીજળી ઉત્પન્ન કરવાના ખર્ચમાં પણ વધારો થશે. આવી જ રીતે ખાતર ઉત્પાદનનો ખર્ચ પણ વધી જશે, પરંતુ સરકાર ખાતર પર સબ્સિડી આપે છે તેથી તેમા વધારો થવાની સંભાવના નહિવત્ છે. જોકે આ નિર્ણયથી ઉત્પાદકોની આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.