વર્ક ફ્રોમ હોમને લઈ ગૂગલની પોતાના કર્મચારીઓને ભેટ, 4 દિવસ કામ અને 3 દિવસ આરામ!

 

કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયામાં ‘વર્ક ફ્રોમ હોમ’નું કલ્ચર વધી રહ્યું છે. ખાસ કરીને આઇટી કંપનીઓના કર્મચારીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. વર્ક ફ્રોમ હોમના કારણે કર્મચારીઓ પર કામનું દબાણ વધ્યું છે. આ વાતને ધ્યાનમાં રાખીને દિગ્ગજ ટેક કંપની ગૂગલે એક મોટો નિર્ણય કર્યો છે. ગૂગલ આમ પણ પોતાના વર્ક કલ્ચર માટે પ્રખ્યાત છે. આ નિર્ણય વડે ફરી એક વખત ગૂગલે આ વાતની સાબિતિ આપી છે.

ટેક કંપની ગૂગલે હવે કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપવાનું નક્કી કર્યુ છે. એટલે કે હવે ગૂગલના કર્મચારીઓને અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કામ કરવાનું રહેશે અને ત્રણ દિવસ રજા રહેશે. ગૂગલે દુનિયાભરમાં ફેલાયેલા પોતાના કર્મચારીઓને અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ કરવાનું રહેશે. હવે ગૂગલના તમામ કર્મચારીઓને શુક્રવારથી રવિવાર સુધી રજા મળશે. સોમવારથી ગુરુવાર સુધી તેમને કામ કરવાનું રહેશે.

આ નિર્ણય માટે ગૂગલે પોતાના કર્મચારીઓને એક નોટ મોકલી છે. જેમાં લખેલું છે કે વર્ક ફ્રોમ હોમના કારણે કર્મચારીઓના કામના કલાકમાં વધારો થયો છે. જેના કારણે કર્મચારીઓ પર દબાણ વધી રહ્યું છે. કંપનીએ દરેક વિભાગના ટીમ લિડર્સને પોતાની ટીમને સપોર્ટ કરવાનું કહ્યું છે. સાથે આ નવી વ્યવસ્થા પ્રમાણે કર્મચારીઓનું કામ અને સમય નક્કી કરવાનું કહ્યું છે.

કંપનીએ જણાવ્યું કે જો કોઇ ક્રમચારી પોતાની રજાના દિવસે કામ કરશે, તો તેને સામે વર્કિંગગ ડેમાં રજા મળશે. ઉલ્લેખનીય છે કે ગૂગલે 2021 સુધી વર્ક ફ્રોમ હોમ શરુ રાખવાનો નિર્ણય કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.