News Detail
જો તમારું પણ જન ધન એકાઉન્ટ છે (Jandhan Account) તો આ સમાચાર તમારા માટે કામના છે. જન ધન એકાઉન્ટમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY Pradhanmantri Jan Dhan Yojna) હેઠળ ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલે છે. તેમાં અકસ્માત વીમો, ઓવરડ્રાફ્ટ સુવિધા, ચેકબુક સહિત અન્ય ઘણા લાભો પણ ઉપલબ્ધ છે.
જન ધન યોજના હેઠળ, જો તમારા એકાઉન્ટમાં બેલેન્સ ન હોય તો પણ 10,000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ થશે. આ સુવિધા ટૂંકા ગાળાની લોન જેવી છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયા હતી. સરકારે હવે તેને વધારીને 10 હજાર કરી દીધી છે.
આ છે નિયમ
આ એકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટ સુવિધા માટેની મહત્તમ વય મર્યાદા 65 વર્ષ છે. ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવા માટે તમારું જન ધન એકાઉન્ટ ઓછામાં ઓછું 6 મહિના જૂનું હોવું જોઈએ. જો નહીં તો માત્ર 2 હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ જ મળે છે.
શું છે જનધન એકાઉન્ટ ?
પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) એ સૌથી મહત્વાકાંક્ષી નાણાકીય પ્રોગ્રામ છે જે બેન્કિંગ / બચત અને ડિપોઝિટ ખાતાઓ, રેમિટન્સ, લોન, વીમા, પેન્શનની એક્સેસને સુનિશ્ચિત કરે છે. આ એકાઉન્ટ કોઈપણ બેંક શાખા અથવા બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ (બેંક મિત્ર) આઉટલેટ પર ખોલી શકાય છે. PMJDY એકાઉન્ટ ઝીરો બેલેન્સ સાથે ખોલવામાં આવી રહ્યા છે.
કેવી રીતે ખોલાવવું એકાઉન્ટ ?
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જાહેર ક્ષેત્રની બેંકોમાં એકાઉન્ટ વધુ ખોલવામાં આવે છે. પરંતુ જો તમે ઇચ્છો તો, તમે પ્રાઈવેટ બેંકમાં પણ તમારું જન ધન એકાઉન્ટ ખોલાવી શકો છો. જો તમારી પાસે બીજું કોઈ સેવિંગ એકાઉન્ટ છે તો તમે તેને જન ધન એકાઉન્ટમાં પણ બદલી શકો છો. ભારતમાં રહેતો કોઈપણ નાગરિક, જેની ઉંમર 10 વર્ષ કે તેથી વધુ છે, તે જન ધન ખાતું ખોલાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.