આ સમાચાર વાંચ્યા પછી તમને તમારી ફાટેલી નોટોને બદલે સારા કડકડતા નોટ મળશે. આરબીઆઈ (RBI) એ આ ટેપ ચોટાડેલી નોટ બદલવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. ચાલો જાણીએ
News Detail
ફાટેલી નોટો પર RBI નો નિયમ
આરબીઆઈ (RBI) નું કહેવું છે કે, જૂની અને ફાટેલી નોટો સરળતાથી બદલી શકાય છે અને તેના માટે બેંક તમારી પાસેથી કોઈ ફી વસૂલતી નથી. પરંતુ જો નોટ ખરાબ રીતે બળી ગઈ હોય અથવા તેના ઘણા ટુકડા થઈ ગયા હોય, તો આવી નોટ બદલી શકાશે નહીં. રિઝર્વ બેંકના સર્ક્યુલર મુજબ, તમારી ફાટેલી નોટો બદલવાની એક નિશ્ચિત મર્યાદા છે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિ એક સમયે વધુમાં વધુ 20 નોટ બદલી શકે છે, પરંતુ તેની કુલ કિંમત 5,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. તે જ સમયે, ખરાબ રીતે બળી ગયેલી, ફાટેલી નોટો બેંકમાં બદલી શકાતી નથી. કારણ કે, તે ફક્ત આરબીઆઈની ઇશ્યૂ ઓફિસમાં જ જમા કરી શકાય છે.
બેંકની જવાબદારી
રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ એટીએમ (ATM) માંથી જો ખરાબ કે નકલી નોટ નીકળે છે તો તેની જવાબદારી બેંકની છે. જો નોટમાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો બેંકના કર્મચારીઓ દ્વારા તેની તપાસ કરવી જોઈએ. જો નોટ પર સીરિયલ નંબર, મહાત્મા ગાંધીનો વોટરમાર્ક અને ગવર્નરના શપથ દેખાય છે તો બેંકે કોઈપણ સંજોગોમાં નોટ બદલવી પડશે.
નોટ જેટલી ફાટેલી, એટલી તેની કિંમત
તે તમારી નોટની સ્થિતિ અને નોટની કિંમત પર નિર્ભર કરે છે કે તમને પૂરા રૂપિયા પાછા મળશે કે નહીં. થોડી ફાટેલી નોટના કિસ્સામાં તમને પૂરા રૂપિયા મળે છે, પરંતુ જો નોટ વધુ ફાટેલી હોય તો તમને અમુક ટકા રૂપિયા પાછા મળશે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે 2 હજાર રૂપિયાની નોટ છે, જેનો 88 ચોરસ સેન્ટીમીટર ભાગ હોવા પર તમને તેની પૂરી કિંમત મળશે. બીજી તરફ, જો 44 ચોરસ સેન્ટિમીટર હોવા પર તમને અડધી રકમ આપવામાં આવશે. એ જ રીતે 200 રૂપિયાની ફાટેલી નોટનું 78 ચોરસ સેન્ટિમીટર સુરક્ષિત હોય તો પૂરા રૂપિયા મળી જશે, પરંતુ 39 ચોરસ સેન્ટિમીટર પર અડધા રૂપિયા જ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.