વર્તમાન સમયની ભાગદોડથી ભરેલી જિંદગીમાં મહિલાઓ પોતાની સ્કીનનું ધ્યાન રાખી શકતી નથી. તો જો વર્કિંગ મહિલાની વાત કરવામાં આવે તો ઘર અને ઓફિસના કામ કરવાના કારણે તે પોતાનું ધ્યાન રાખી શકતી નથી અને ન તો સાચી રીતે તૈયાર થઈ શકે છે. જ્યારે તમે સાચી રીતે તૈયાર નથી થતા તો તમારા વર્તનમાં કોન્ફિડેન્સની ખામી નજર આવે છે, પંરતુ જ્યારે તે સારી રીતે તૌયાર થાવ છો તો તેનાથી સામેના વ્યક્તિ પર તમારી સારી ઈમ્પ્રેશન પણ પડે છે.
આઈલાઈનર: આઈલાઈનર આંખોને અટ્રેક્ટિ દેખાડવામાં મદદ કરે છે. તેથી તમારી ઓફિસ બેગમાં આઈલાઈનર જરૂર હોવુ જોઈએ. જો તમે ઓફિસમાં ચહેરો ધોવો છો અને તમારી લાઈનર હળવી થઈ જાય છે તો તેને બીજી વખત લગાવી શકો છો.
બી બી ક્રીમ: ઓફિસમા દરેક વ્યક્તિને ફાઉન્ડેશન લગાવી જવુ પસંદ નથી હોતુ. એવામાં તમે તેની જગ્યાએ બી બી ક્રીમનો વપરાશ કરી શકો છો અને પોતાના હેન્ડ બેગમાં તેને જરૂરથી કેરી કરો કારણ કે, ક્યારેય પણ ઓફિસમાં તેની જરૂરિયાત પડી શેકે છે.
વોચ: ઘણી વખત તમે ઉતાવળમાં કાંડા ઘડિયાળ પહેરવાનું ભૂલી જાઓ છો, તમારી બેગમાં હોવાને કારણે, તમે ઓફિસ પહોંચ્યા પછી પણ તેને પહેરી શકો છો.
પરફ્યૂમ: ઓફિસમાં આખો દિવસ કામ કર્યા બાદ શરીરમાંથી પરસેવાની ગંધ આવવા લાગે છે. આ સ્થિતિમાં, તમારી હેન્ડ બેગમાં પરફ્યુમ જરૂરથી રાખો. તમે દિવસભર પરસેવાની ગંધ દૂર કરવા માટે હળવા હાથે ડિયોડરન્ટ અથવા રોલ ઓન પરફ્યૂમનો ઉપયોગ કરી શકો છો.
લિપસ્ટિક: જ્યારે તમે ઓફિસની બેગ કેરી કરો છો ત્યારે તમારી સાથે લાઈટ કલરની લિપસ્ટિક રાખવાનું ન ભૂલો. ઓફિસમાં ડાર્ક લિપસ્ટિક લગાવવું તમને પ્રોફેશનલ લુક આપતો નથી. તેથી ન્યૂડ અથવા લાઈટ કલરની મેટ લિપ્સિટક બેગમાં જરૂર રાખો.
હેર એક્સેસરીઝ: એક મહિલાએ ખરાબ વાળથી બચવા માટે હંમેશા પોતાની ઓફિસ બેગમાં હેયર એક્સેસરીઝ રાખવી જોઈએ. તેમાં હેયર ક્લિપ્સ, ક્લચર અથવા હેયર બન સામેલ કરી શકો છો. સાથે જ વાળને ઠીક કરવા માટે દાંતીયો રાખવાનું પણ ન ભૂલો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.