અથઁતંત્ર:વર્લ્ડ બેન્કે ભારતને આપ્યો ઝટકો, GDP ગ્રોથ રેટનું અનુમાન ઘટાડ્યું

વિશ્વ બેન્કે જણાવ્યું કે ભારતના આર્થિક વિકાસ દરમાં સતત બીજા વર્ષે ઘટાડો આવ્યો છે. આ વિકાસ દર 2017-18માં 7.2 ટકા હતો, જે ઘટીને 2018-19માં ગ્રોથ રેટ 6.9 ટકા થઈ ગયો છે.

આર્થિક મંદી વચ્ચે ભારતને વર્લ્ડ બેન્ક તરફતી વધુ એક મોટો ઝટકો મળ્યો છે. વર્લ્ડ બેન્કે ભારતનો વિકાસ દરનો અનુમાન ઘટાડી દીધો છે અને ગ્રોથ રેટ 6 ટકા કરી દીધો છે. વર્ષ 2018-19માં ભારતનો ગ્રોથ રેટ 6.9 ટકા છે.

વિશ્વ બેન્કે જણાવ્યું કે ભારતના આર્થિક વિકાસ દરમાં સતત બીજા વર્ષે ઘટાડો આવ્યો છે. આ વિકાસ દર 2017-18માં 7.2 ટકા હતો, જે ઘટીને 2018-19માં ગ્રોથ રેટ 6.9 ટકા થઈ ગયો છે. જો કે મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ વધવાથી ઇન્ડસ્ટ્રિયલ આઉટપૂટ ગ્રોથ વધીને 6.9 ટકા થઈ ગયો છે જ્યારે એગ્રીકલ્ચર અને સર્વિસ સેક્ટરમાં ગ્રોથ રેટ 2.9 ટકા અને 7.5 ટકા સુધી રહ્યો.

જો કે સાઉથ એશિયા ઇકોનોમિક ફોક્સના લેટેસ્ટ એડિશનમાં વિશ્વ બેન્કે એ પણ કહ્યું કે વર્ષ 2021માં ભારતનો ગ્રોથ રેટ 6.9 ટકા ફરી રિકવર કરી શકે છે.

આ પહેલા મૂડીઝે પણ ભારતના જીડીપી ગ્રોથ અનુમાનને એકવાર ફરી ઘટાડી દીધું છે. મૂડીઝનું અનુમાન છે કે નાણાંકીય વર્ષ 2019-20 માટે ભારતનો જીડીપી ગ્રોથ 5.8 ટકા રહેશે. આ પહેલા મૂડીઝનો જીડીપી ગ્રોથ અનુમાન 6.2 ટકા હતા.

આરબીઆઈના અનુમાન પ્રમાણે આ વખતે વર્ષમાં જીડીપી ગ્રોથ 6.1 ટકા રહેશે. આ પહેલા આરબીઆઈએ 6.9 ટકા દરથી જીડીપી ગ્રોથનું અનુમાન લગાવ્યું હતું. એટલે કે થોડાક મહિનામાં આરબીઆઈએ જીડીપી ગ્રોથનું અનુમાનિત આંકડામાં 0.8 ટકા ઘટાડો કરી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.