12 વર્ષ બાદ ભારતીય ખેલાડી વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. ભારતીય ચેસ ખેલાડી ડી ગુકેશ 18 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. વર્લ્ડ ચેમ્પિયન બનતા કરોડો રુપિયાની પ્રાઈઝ મની મળી છે.કમાણી મામાલે ડી. ગુકેશે વિરાટ અને રોહિત શર્માને પણ પાછળ છોડી દીધા છે
ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બનતા જ કરોડપતિ બની ગયો છે. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની રમતની દુનિયામાં સૌથી વધારે પ્રાઈઝમની આપનાર ચેમ્પિયનશીપમાં સામેલ છે. આ ચેમ્પિયનશીપની પ્રાઈઝમની અંદાજે 21 કરોડ રુપિયા છે. પરંતુ વિજેતાની તમામ પ્રાઈઝમની મળતી નથી ગુકેશને 11.45 કરોડ રુપિયા જ્યારે લિરેનને 9.75 કરોડ રુપિયા મળ્યા છે.
ચેસ આંતરરાષ્ટ્રીય સંસ્થા ફીડના નિયમ મુજબ ફાઈનલ રમનાર ખેલાડીઓને દરેક મેચ જીતવા પર 20 હજાર ડોલર એટલે કે, અંદાજે 1.69 કરોડ રુપિયા મળે છે. જ્યારે વધેલી પ્રાઈઝ મની બંન્ને ખેલાડીઓ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. 12 વર્ષ બાદ ભારતીય ખેલાડી વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે.
ડી ગુકેશે ચેમ્પિયનશીપમાં 3 મેચ જીતી હતી. ત્રીજી ,11મી અને છેલ્લા રાઉન્ડમાં જીત મેળવી હતી. જેના માટે તેને 5.07 કરોડ રુપિયા મળ્યા છે. તો લિરેન 2 મેચ જીતી છે. જેના માટે તેને 3.38 કરોડ રુપિયા મળ્યા છે. કુલ પ્રાઈઝમની માંથી જે રકમ વધી છે જે બંન્ને વચ્ચે વેંચવામાં આવી હતી.
ડી.ગુકેશને 11.45 કરોડ અને ચીનનાં લિરેનને 9.75 કરોડ રુપિયા મળ્યા છે.ગુકેશે વિરાટ-રોહિત શર્માથી વધારે કમાણી કરી લીધી છે. કોહલી અને રોહિતને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં ગ્રેડ એ પ્લસનો ભાગ છે. જેના માટે તેને વર્ષના 7 કરોડ રુપિયા મળે છે
તો ગુકેશની પ્રાઈઝમની ભારતના વર્લ્ડ ચેમ્પિયન બનતા જ એમએસ ધોનીની આઈપીએલ સેલરીથી પણ વધારે છે. ધોનીને 2025 સીઝનમાં માત્ર 4 કરોડ રુપિયા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.