દરેક વ્યક્તિને ભોજન મળે, કોઇ ભૂખ્યુ ન રહે… આ હેતુ માટે વિશ્વભરના દેશોની સરકાર પ્રતિબદ્ધતાનો દાવો કરે છે અને જેના માટે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંસ્થાને દર વર્ષે 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (World Food Safety Day) મનાવવાનો નિર્ણય કર્યો છે. ગત વર્ષે જ એટલે કે 2019માં શરૂ કરવામાં આવેલા ખાસ દિવસનું મહત્ત્વ વધી રહ્યું છે. કારણે કે વિશ્વની મોટી વસ્તી કોરોના સંકટથી પ્રભાવિત છે અને સંકટના આ સમયે કેટલાય લોકો ભૂખમરાની સમસ્યાથી પીડાઇ રહ્યા છે.
આ વર્ષે બીજો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય સંતુલિત અને સુરક્ષિત ખાદ્ય ધોરણને જાળવી રાખવા અને જાગરૂકતા ફેલાવવાનો છે. આ ઉપરાંત ખરાબ ગુણવત્તાવાળા ખોરાકના સેવનથી થતી બીમારીઓના કારણે નિપજતા મોતનો આંકડો ઘટાડવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.