World Tourism Day 2020 : કેમ મનાવવામાં આવે છે પર્યટન દિવસ?.

કદાચ જ કોઇ એવું વ્યક્તિ હશે જેને ફરવાનું પસંદ નથી હોતું. ફરવા માટે લોકો દેશથી લઇને વિદેશ સુધીની જગ્યાઓ પર જાય છે. પર્યટન જ એક દેશને બીજા દેશ સાથે જોડી રાખાવાનો માર્ગ છે. પર્યટનથી જ લોકો પોતાના દેશની અને બીજા દેશોની સંસ્કૃતિને નજીકથી જાણી શકે છે. દર વર્ષે 27 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ પર્યટન દિવસ તરીકે મનાવવામાં આવે છે. દર વર્ષે તેની એક અલગ થીમ હોય છે. જાણો, કેમ મનાવવામાં આવે છે પર્યટન દિવસ ક્યારથી થઇ તેની શરૂઆત…

કેમ મનાવવામાં આવે છે વિશ્વ પર્યટન દિવસ? 

પર્યટનથી રોજગારની શક્યતાઓ વધે છે. વિશ્વ પર્યટન દિવસ લોકોમાં પર્યટન પ્રત્યે જાગરૂકતા લાવવા અને વધુમાં વધુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. પર્યટનથી કોઇ પણ દેશની આર્થિક પરિસ્થિતિને સુધારવામાં મદદ મળી રહે છે. કેટલાક દેશોની આર્થિક પરિસ્થિતિ પર્યટન પર જ નિર્ભર રહે છે. પર્યટન દિવસનો હેતુ દેશ-વિદેશના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવાનો પણ હોય છે.

દર વર્ષે પર્યટન દિવસની એક અલગ થીમ હોય છે. આ વખતની પર્યટનની થીમ ‘પર્યટન અને ગ્રામીણ વિકાસ (tourism and rular devlopment)’ છે. તેનાથી ગ્રામીણ વિસ્તારના યુવાનો અને લોકો માટે રોજગાર પ્રદાન કરવાનું છે. પર્યટનથી કેટલાય લોકોને રોજગાર પ્રાપ્ત થાય છે. કોઇ પણ દેશની સાંસ્કૃતિક વિરાસતને પણ પર્યટનથી પ્રોત્સાહન મળે છે.

ક્યારે થઇ વિશ્વ પર્યટન દિવસની શરૂઆત?

વિશ્વ પર્યટન દિવસ તે લોકો માટે ખાસ હોય છે જે લોકો પર્યટન સાથે સંકળાયેલા હોય છે. આ દિવસ દેશ, રાજ્ય અને બીજા દેશ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કેટલાય કાર્ય કરે છે. વિશ્વ પર્યટન દિવસની શરૂઆત વર્ષ 1970માં વિશ્વ પર્યટન સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 1980માં 27 સપ્ટેમ્બરમાં પ્રથમવાર વિશ્વ પર્યટન દિવસ મનાવવામાં આવ્યો હતો.

દરેક માનવીના જીવનમાં પર્યટન પ્રત્યે આકર્ષક સ્વાભાવિક રીતે હોય છે. નવી જગ્યાઓ જોવી અને તેના વિશે જાણવાની જિજ્ઞાસા જ પર્યટનને પ્રોત્સાહન આપે છે. તાજેતરના દિવસોમાં પર્યટન એક ઉદ્યોગના રૂપમાં સ્થાપિત થયું છે. એકબીજાની સંસ્કૃતિને જાણવું, સમજવું અને જોવું ટૂરિઝ્મને વધુ સમૃદ્ધ બનાવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.