સમગ્ર દેશ ની અંદર દર 5માંથી 1 મહિલાની સિઝેરિયન ડિલિવરી થાય છે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ની ગાઈડલાઇન્સ પ્રમાણે, સિઝેરિયન ડિલિવરીનો દર 15%થી વધારે ના હોવો જોઈએ, પરંતુ સર્વેના આંકડા પ્રમાણે, ભારતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં દર બેમાંથી એક મહિલા સી-સેક્શનથી બાળકને જન્મ આપી રહી છે. સમગ્ર દેશમાં દર 5માંથી 1 મહિલાની સિઝેરિયન ડિલિવરી થાય છે.
દેશમાં 2014-15 દરમિયાન સિઝેરિયન ડિલિવરીનો દર 17.2% હતો, તે વર્ષ 2019-2020માં વધીને 21.5% સુધી થઈ ગયો. આનો અર્થ એ છે કે, પ્રાઇવેટ કે સરકારી હોસ્પિટલમાં બાળજોને જન્મ આપનારી પ્રત્યેક 5માંથી એક મહિલાની સિઝેરિયન ડિલિવરી થાય છે.
સૌથી વધારે સી-સેક્શન ડિલિવરીવાળા રાજ્યો
પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરીથી પશ્ચિમ બંગાળમાં 82.7%, જમ્મુ-કાશ્મીરમાં 82.1%, તમિલનાડુમાં 81.1%, આંદામાન નિકોબારમાં 79.2%, આસામમાં 70.6% બાળકોનો જન્મ થાય છે. ઓરિસ્સામાં આ દર 70.7%, પંજાબમાં 55.5%, તમલિનાડુમાં 63.8% અને કર્ણાટકમાં 52.2% છે. અહીંયાની પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરીનો દર વધી રહ્યો છે.
ડિલિવરી પછી કરોડરજ્જુમાં દુખાવો
થાય છે
ભોપાલની શશિ નાયરે કહ્યું, મારી બંને દીકરીઓનો જન્મ સિઝેરિયનથી થયો. મોટી દીકરીની ડોક નાળમાં ફસાઈ ગઈ હતી આથી સિઝેરિયન ડિલિવરી કરાવવી પડી. ડિલિવરી પછી વજન વધી ગયું. કરોડરજ્જુ અને પગમાં દુખાવો તેમજ નમીને કામ કરવામાં તકલીફ પડતી હતી.
કારણ ખાસ મુહૂર્ત નું પણ માનવામાં આવે છે
ડૉક્ટરે કહ્યું, ઘણા કપલ ઈચ્છે છે કે તેમનું બાળક ખાસ તારીખ અથવા તો ખાસ મુહૂર્તના જન્મે. આ કારણે પણ મહિલાઓ સિઝેરિયન ડિલિવરી કરાવે છે.
સિઝેરિયન ડિલિવરી ક્યારે કરાવવી જોઈએ?
બાળકના ધબકારા નોર્મલ ના હોય.
ગર્ભમાં બાળકની પોઝિશન બદલાઈ ગઈ હોય.
બાળકના ગળામાં ગર્ભનાળ ફસાઈ ગઈ હોય.
બાળકને સરખો ઓક્સિજન ના મળતો હોય.
પ્રી-મેચ્યોર ડિલિવરી માટે સી-સેક્શનની મદદ લઇ શકાય છે.
માતાને બ્લડ પ્રેશર, દિલની બીમારી કે થાઇરોઇડ જેવી કોઈ તકલીફ હોય.
બાળકે પેટમાં પૉટી કરી લીધી હોય, તેનાથી ઇન્ફેક્શનનું જોખમ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.