WTC Final: ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પણ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે ભારતીય ટીમ, જાણો કેમ, સમજો સમીકરણ…

ICC World Test Championship : હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે જ્યાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે, ભારતીય ટીમે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવું હોય તો તેને આ શ્રેણી 4-0થી જીતવી પડશે

ICC World Test Championship : ક્રિકેટ જગતને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ન્યૂઝીલેન્ડે ટેસ્ટ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરીને ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી છે. આ શ્રેણી હાર્યા બાદ ભારતીય ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ગુમાવ્યું છે. આ સાથે WTC ફાઈનલનો રસ્તો પણ ઘણો મુશ્કેલ બની ગયો છે. આ તરફ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે જ્યાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. જો ભારતીય ટીમે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવું હોય તો તેને આ શ્રેણી 4-0થી જીતવી પડશે. અમે 4-1થી જીતીએ તો પણ આશા રહેશે. પરંતુ ચાહકોનો પ્રશ્ન એ છે કે જો ભારતીય ટીમ આ ટેસ્ટ શ્રેણી હારી જશે તો શું થશે? શું એ સ્થિતિમાં પણ ભારતીય ટીમ WTC ફાઈનલની રેસમાં રહેશે?

ઓસ્ટ્રેલિયાને 4-0થી હરાવ્યા બાદ ભારત ફાઈનલમાં નક્ક.

પહેલું એ કે જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 4-0થી હરાવશે એટલે કે 4 જીત અને 1 ટેસ્ટ ડ્રો થશે તો ભારતના કુલ ટકાવારી પોઈન્ટ 65.79 ટકા થશે. જો આમ થશે તો ભારતીય ટીમનું ફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ જશે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા રેસમાંથી બહાર થઈ જશે. બીજી તરફ જો ન્યુઝીલેન્ડ ઘરઆંગણે ઈંગ્લેન્ડને 3-0થી હરાવશે તો તેના ટકાવારી પોઈન્ટ 64.29 થશે. જો દક્ષિણ આફ્રિકા ઘરઆંગણે પાકિસ્તાન અને શ્રીલંકાને 2-0થી હરાવશે તો તે 69.44% પોઈન્ટ સાથે ટોચ પર રહેશે. આ સમીકરણ સાથે ભારત અને દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં ટકરાશે.

ઓસ્ટ્રેલિયા સિરીઝ હારી જશે તો સમીકરણ કેવું રહેશે?

જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી હારી જાય તો પણ સમીકરણો સકારાત્મક હોઈ શકે છે. પરંતુ આ માટે અમારે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાર્યા બાદ ભારતીય ટીમનું WTC અંતિમ સમીકરણ કંઈક આ પ્રકારનું હશે

ઓસ્ટ્રેલિયાએ ભારતને 3-2થી હરાવે તો…..

ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ શ્રેણી 1-1થી ડ્રો થાય…..

દક્ષિણ આફ્રિકાની શ્રીલંકા અને પાકિસ્તાન બંને સાથેની શ્રેણી 1-1થી ડ્રો રહે તો…..

ઓસ્ટ્રેલિયાને શ્રીલંકામાં 0-0થી ડ્રો રમવી પડે….

ત્યારે ફાઇનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા ટકરાશે

જો ભારતીય ટીમ આ રીતે હારશે અને અન્ય ટીમોનું સમીકરણ પણ આ જ રહ્યું તો ઓસ્ટ્રેલિયાની ટીમના 58.77% પોઈન્ટ હશે અને તે ટોપ પર રહીને ફાઇનલમાં પહોંચી જશે. જ્યારે ભારતીય ટીમના 53.51% માર્કસ હશે. આ રીતે ઓસ્ટ્રેલિયા અને ભારત ફાઇનલમાં ટકરાશે. આ સમીકરણ પછી દક્ષિણ આફ્રિકાને 52.78%, ન્યુઝીલેન્ડને 52.38% અને શ્રીલંકાને 51.28% ગુણ હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.