વુહાનની પેઢીએ લોન લેવા માટે 83 ટન નકલી સોનાની પાટો ગિરવે મુકી!

– સૌથી મોટા સુવર્ણ-કૌભાંડ પૈકીનું એક મેડ ઈન ચાઈના કૌભાંડ

– પીળું એટલું સોનું નહીં : ચીનના કુલ સુવર્ણ ભંડારમાંથી 4 ટકા સોનુ નકલી ! : કિંગોલ્ડ જ્વેલરીનું પરાક્રમ

 

છેતરપિંડી માટે ચીન પ્રસિદ્ધ થતું  જાય છે. હવે જગતની સૌથી મોટી સોનાની છેતરપિંડીમાં ચીની પેઢીનું નામ આવ્યું છે. એ પેઢી વળી વાઈરસથી કુખ્યાત થયેલા વુહાનમાં આવેલી છે. નાસ્ડેક જેવા જગપ્રસિદ્ધ શેરબજારમાં નોંધાયેલી ચીની પેઢી કિંગ્સગોલ્ડ જ્વેલરી ઈન્કોર્પોરેશને લોન મેળવવા માટે નકલી સોનાની પાટો ગિરવે પધરાવી દીધી હોવાનો ખુલાસો થયો છે.

અતિ મોટી સોનાની પેઢી હોવાથી એક ડઝનથી વધારે ચાઈનિઝ ફાઈનાન્સિયલ કંપનીઓએ કિંગ્સગોલ્ડને લોન આપી હતી. એ બધાને લોનની સામે સોનાની પાટો મળી હતી. હવે તપાસ કરતાં પાટો સોનાને બદલે પીતળની નીકળી રહી છે!

આ કૌભાંડ  થયાનું બહાર આવતા હવે ચીન અને અન્ય દેશોમાં જ્યાં જ્યાં છેડા અડે છે, ત્યાં તપાસ આરંભાઈ છે. કિંગ્સગોલ્ડે કુલ 83 ટન સોનુ ગિરવે મુક્યુ છે, જેની કિંમત 20 અબજ ચીની યુઆન આૃથવા 2.8 અબજ અમેરિકી ડોલર થવા જાય  છે. 2019માં ચીને જેટલુ સોનુ ઉત્પાદિત કર્યું હતું, તેનો 22 ટકા જેટલો હિસ્સો આ સોનાનો થાય છે.

જ્યારે ચીની સરકાર પાસે જે સોનાનો ભંડાર છે, તેના પ્રમાણમાં આ 83 ટન સોનુ 4.2 ટકા થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ચીન પાસે જે સોનાનો ભંડાર છે, તેમાંથી 4.2 ટકા ભંડાર ફેક (નકલી) છે. ચીનનો કુલ સુવર્ણ ભંડાર 1948.30 ટન જેટલો છે.  એટલે આ

કૌભાંડની ગણતરી ઇતિહાસના અતિ મોટા સ્કેમમાં કરવામાં આવી રહી છે.  તો ચીનનું તો આ સૌથી મોટું સોનાનું કૌભાંડ છે જ.

બલ્ગેરિયા સિૃથત ઝિરો હેજ નામના ફાઈનાન્સિયલ બ્લોગે આ સમગ્ર કૌભાંડ બહાર પાડયું હતું. કિંગ્સગોલ્ડ જેની કંપની છે,  એ ઝિયા ઝીહહોંગ અગાઉ ચીની સેનામાં હતો. માટે સેનાના દાબને કારણે અનેક કંપનીઓએ ખાસ તપાસ કર્યા વગર તેની કંપનીને જંગી લોન આપી દીધી હતી.

એ પછી હવે તપાસ કરતાં સોનાની લગડીઓ પિતળ અને અન્ય ધાતુની નીકળી હતી. કુલ મળીને 14 લોન આપનારી કંપનીઓના પૈસા કિંગ્સગોલ્ડમાં ફસાયા છે. કિંગ્સગોલ્ડ ડોનગન ટ્રસ્ટ નામની બેન્ક પાસેથી વધુ લોન લેવા જઈ રહી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.