યજ્ઞાપુરુષ સ્વામીએ જન્માષ્ટમીના દિવસે આપઘાત કરવાનો મેસેજ વાઇરલ કર્યો

– જૂનાગઢના સ્વામીનો વધુ એક વીડિયો વાઇરલ

 

– અગાઉ પણ યજ્ઞાપુરુષ સ્વામીએ સંપ્રદાયનો વહીવટ કરનારાઓ સામે કૌભાંડમાં આક્ષેપ સાથે વીડિયો ફરતો કર્યો હતો

વડતાલના ઘનશ્યામ શાસ્ત્રીનુ સેક્સ વિવાદ અટકવાનું નામ લેતો નથી. આ પ્રકરણમાં ગત રવિવારે જૂનાગઢ મંદિરના સાધુ યજ્ઞાપુરૂષસ્વામીએ એક વિડીયો વાયરલ કરીને સંપ્રદાયના વહીવટ કરનારાઓ સામે કૌભાંડના આક્ષેપો કર્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ,જૂનાગઢ તથા ગઢડા જેવા વહીવટી બોર્ડને સરકાર છાવરતી હોવાનું જણાવ્યું હતું તથા તાત્કાલિક આ વહીવટી બોર્ડ વિખેરી નાખીને કાયદાકીય સત્તા ઉભી કરવાની માંગણી કરી હતી. જાણવા મળ્યા મુજબ યજ્ઞાપુરૂષના આ આક્ષેપિત વિડિયો વાયરલ  થયાની સાથે જ તેમને જૂનાગઢ મંદિરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

આજે ગુમનામ થઇ ગયેલા સ્વામિ યજ્ઞાપુરૂષે સોશિયલ મિડીયામાં વધુ એક ચોંકાવનારો મેસેજ વહેતો કર્યો છે. જેમાં તેમને તથા તેમના અનુયાયી સાધુઓને માનસિક ત્રાસ અપાતો હોવાને કારણે અગામી જન્માષ્ટમીના દિવસે તેઓ બલિદાન આપશે અને તેમનો મૃતદેહ વડતાલ તો શુ પરંતુ ગુજરાતમાં પણ લાવવામાં નહી આવે તેવી જાહેરાત કરી છે. આમ યજ્ઞાપુરૂષના આપઘાત કરવા અંગેના જાહેર થયેલા સોશિયલ મેસેજ થી સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.