રાજ્યની રાજધાની ડેનવરના ઉત્તર-પશ્ચિમમાં 50 કિલોમીટર દૂર બોલ્ડર (Boulder)માં કિંગ સોપર્સ સ્ટોર (King Soopers grocery store)માં બનેલી ઘટના બાદ પોલીસ કમાન્ડર કેરી યામાયુચીએ જણાવ્યું કે હુમલામાં પકડાયેલા એક સંદિગ્ધની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ લોહીથી લથપથ એક શર્ટલેસ વ્યક્તિને હથકડીમાં સ્ટોરની બહાર ભાગતી વખતે પકડ્યો હતો.
બોલ્ડર કાઉન્ટીના ડિસ્ટ્રીક્ટ એટોર્ની માઇકલ ડોગર્ટીએ જણાવ્યું કે, આ એક મોટી દુર્ઘટના છે અને ખરાબ સપનું છે. અમને સ્થાનિક, રાજ્ય અને સંઘીય પ્રશાસનથી પૂરી મદદ મળી છે.
વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ જેન સાઇકીએ ટ્વીટ કર્યું કે રાષ્ર્ીપ્રમુખ જો બાઇડનને ફાયરિંગની જાણકારી આપવામાં આવી છે. ઘટનાના તરત બાદ સ્વાટ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઓછામાં ઓછા ત્રણ હેલીકોપ્ટર પહોંચી ગયા. સમાચાર એજન્સી AP અનુસાર પ્રત્યક્ષદર્શી ડીન શિલરે જણાવ્યું કે, તેણે ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો.
વીડિયોની શરૂઆતમાં બે ગનશોટ સંભળાય છે. એક નિવેદનમાં કિંગ શોપર્સ ચેને કહ્યું કે અમને આ ઘટના પર ખૂબ જ અફસોસ છે. અમે પોલીસ તપાસ દરમિયાન પોતાનો સ્ટોર બંધ રાખીશું અને તપાસમાં સહયોગ કરીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.