આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સુરતના દેવધ ગામ પાસે મિલથી ઘરે જવા માટે નીકળેલા મોપેડ સવાર બે યુવકોને બેફામ ગતિએ ચલાવતા ડમ્પર ચાલકે કચડી નાંખતા બંનેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ગમ્ખવાર હતો કે, ડમ્પર ચાલક એક યુવકને દુર સુધી ધસડી ગયો હતો.અને બનાવની જાણ બાદ પોલીસ મથકની હદના વિવાદમાં કલાકો સુધી પોલીસે કાર્યવાહી હાથ ન ધરતા મૃતદેહ કલાકો સુધી ઘટના સ્થળે પડી રહ્યા હતા.
પુણા નેચરવેલી ખાતે રહેતો 28 વર્ષીય શિવા ચાંડક અને ગોડાદરા ખોડિયાર નગરનો અનિરૂધ્ધ શર્મા(૨૭)પલસાણાની સ્ટાર નિટ્સ મિલમાં માર્કેટિંગમાં કામ કરતા હતા. સોમવારે સાંજે બન્ને માર્કેટ જવા માટે મોપેડ પર નિકળ્યા હતા.બન્ને દેવધ ગામ નજીક રસ્તો ઓળંગતા હતા અને ત્યારે પુરપાટ ઝડપે પસાર થતા એક રેતી ભરેલા ડમ્પરના ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા અને કડડી નાંખ્યા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક બન્ને યુવકોને દુર સુધી ધસડી ગયો હતો.
અકસ્માત બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ મથકની હદના વિવાદને લઈ કલાકો સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જેના કારણે કલાકો સુધી મૃતદેહ ઘટના સ્થળે પડી રહ્યા હતા.અને આખરે ગોડાદરા પોલીસ મથકની હદ હોવાનું નક્કી થતા ગોડાદરા પોલીસે 3 કલાક બાદ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.