યમુના એક્સપ્રેસવે પર, ફરી એકવાર બની દર્દનાક દુર્ઘટના

યમુના એક્સપ્રેસવે  પર ફરી એકવાર દર્દનાક દુર્ઘટના બની છે. મંગળવાર મોડી રાત્રે ડીઝલ ભરેલું એક ઓવરસ્પીડ ટેન્કર અનિયંત્રિત થઈને ડિવાઇડર તોડીને આગ્રા તરફ જઈ રહેલી ઇનોવા કાર પર પલટી ગયું. આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થઈ ગયા છે.

યમુના એક્સપ્રેસ વે પર એ સમયે મોટી દુર્ઘટના બની જ્યારે નોઇડા તરફથી આવી રહેલું ટેન્કર (HR69-3433) અનિયંત્રિત થઈને ડિવાઇડર તોડીને આગ્રાથી નાઇડા તરફ જનારા રોડ પર આવી ગયું અને ત્યાંથી પસાર થઈ રહેલી ઇનોવા કાર (HR 33D 0961) પર પલટી ગયું. ટેન્કર ઈનોવા પર પલટી જવાના કારણે તેમાં બેઠેલાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.

મૃતકોમાં મનોજ, બબીતા, અભય, કોમલ, કલ્લૂ, હિમાદ્રિ અને ડ્રાઇવર રાકેશનો સમાવેશ થાય છે. દુર્ઘટનાની જાણ થતાં જ એક્સપ્રેસવે કર્મી અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

એસએસપીએ એવું પણ જણાવ્યું કે ટેન્કરમાં ડીઝલ ભરેલું હતું અને તે રસ્તા પર ફેલાઈ ગયું હતું. આ કારણે રિફાઇનરીનું સેફ્ટી યુનિટ અને ફાયરબ્રિગેડ ટીમ કામ કરી રહી છે જેથી વધુ નુકસાન ન થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.