YES BANKના ગ્રાહકો માટે ખુશખબરી, ટૂંક સમયમાં દૂર થશે પૈસા ઉપાડવા પર લાગેલી પાબંધી

કેન્દ્ર સરકારે આજે યસ બેંક (Yes Bank)ના ગ્રાહકો માટે મોટી રાહત આપતાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 3 દિવસમાં યસ બેંક મોરેટેરિયમ પીરિયડ (Moratorium On Yes Bank)ને ખતમ કરી દેવામાં આવશે. તેનો અર્થ એ છે કે હવે ગ્રાહકોને કેશ ઉપાડ પર લાગેલી પાબંધી પર લાગેલ પ્રતિબંધ સમાપ્ત થઇ જશે. નાણામંત્રીએ જણાવ્યું કે આજે કેબિનેટ બેઠકમાં યસ બેંકના રીકંસ્ટ્રકશન પ્લાનને મંજૂરી મળી ગઇ છે અને ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.

નોટિફિકેશન ઇશ્યૂ થવાના 3 દિવસ બાદ ઉપાડ પર લાગેલી પાબંધી દૂર થઇ જશે. નાણામંત્રીએ એ પણ જણાવયું કે એક નવું બોર્ડ, જેમાં SBIના ઓછામાં ઓછા 2 નિર્દેશક છે, અધિસૂચના જાહેર થવાના 7 દિવસની અંદર કાર્યભાર સંભાળી લેશે. તમને જણાવી દઇએ કે અત્યારે યસ બેંકના ગ્રાહકો પર RBI એ દર મહિને 50 રૂપિયાની સીમા નક્કી કરી છે.

નાણામંત્રીએ જણાવ્યું કે યસ બેંકની આધિકૃત પૂંજી 1100 કરોડ રૂપિયાથી વધારીને 6200 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે, જેથી બેંકની પૂંજીગત જરૂરિયાતોને તાત્કાલિક અને પછી વધારવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.