ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 5 પ્રાઇવેટ સેક્ટરની યસ બેંકની ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપની Phone Peને પણ આ સંકટનો સામનો કરવો પડ્યો છે. યસ બેંક પર મૂકાયેલા પ્રતિબંધ બાદ ડિજિટલ પેમેન્ટ સર્વિસિસનું મુખ્ય પ્લેટફોર્મ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આધારિત ટ્રાન્ઝેક્શન અટકી ગયું છે અને તેનાથી બેંકના સૌથી મોટા પેમેન્ટ પાર્ટનર Phone Peને ભારે અસર થઈ છે. યસ બેંકે તેની નબળી સ્થિતિને કારણે ડિસેમ્બર 2019ના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા નથી. NPAના કારણે બેંકની સુરક્ષિત મૂડી ઘટી ગઈ છે.
PhonePeના CEO સમીર નિગમે ટ્વીટ કરીને ગ્રાહકોને જણાવ્યું કે, આ લાંબા વિક્ષેપ બદલ અમે દિલગીર છીએ. RBI દ્વારા અમારી પાર્ટનર બેંક યસ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, અમારી આખી ટીમે આખી આખી રાત સેવાઓ ચાલુ રાખવા માટે કામ કર્યું છે. અમને આશા છે કે તે થોડા કલાકોમાં ઠીક થઈ જશે.
કેન્દ્રીય બેંકે યસ બેંકના ડિપોઝિટર્સ માટે ઉપાડની મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરી છે. યસ બેંક પર 30 દિવસના અસ્થાયી પ્રતિબંધ લાદતાં ખાતાધારકો માટે ઉપાડની મર્યાદા 50,૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ખાતાધારકો 50 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. જો કોઈ ખાતાધારકની પાસે આ બેંકમાં એક કરતા વધારે ખાતાં હોય તો પણ તે કુલ માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શકે છે. RBIની સૂચના મુજબ આ નિયમ 5 માર્ચની સાંજે 6થી શરૂ થયો છે, જે 3 એપ્રિલ સુધી અમલમાં રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.