Yes Bank ને લઈને ચોંકાવનારા સમાચાર, રાજકોટ મહાનગર પાલિકાના 164 કરોડ ફસાયા

PMC પછી યસ બેંકમાં આર્થિક સંકટથી ચારેબાજુ કોહરામ મચી જવા પામ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ યસ બેંકમાંથી રૂપિયા ઉપાડવાની સીમા 50 હજાર સુધી નક્કી કરી દીધી છે, જેના કારણે ચારેબાજુ લોકોનો હોબાળો જોવા મળી રહ્યો છે. આરબીઆઈની જાહેરાત બાદ યસ બેંકની શાખાઓ અને એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગેલી છે.

આરબીઆઈના આદેશ પછી 3 એપ્રિલ સુધી 50 હજાર રૂપિયાથી વધુ રૂપિયા ઉપાડી શકીએ તેમ નથી. તેના કારણે યસ બેંકમાં રાજકોટ મહાનગર પાલિકાના રૂપિયા પણ ફસાઈ ગયા છે. રાજકોટ મહાનગર પાલિકાનું ખાતું પણ યસ બેંકમાં છે.

રાજકોટ મહાનગર પાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટના રૂપિયા જમા કરવા માટે વર્ષ 2017માં યસ બેંકની પસંદગી કરવામાં આવી હતી. તેના માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ યસ બેંકની પસંદગી કરીને તેમાં કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. જો કે, રાજકોટ મહાનગર પાલિકાના યસ બેંકમાં 164 કરોડ રૂપિયા જમા છે. આરબીઆઈની કડકાઈના કારણે યસ બેંકમાંથી એક મહિના સુધી 50 હજાર રૂપિયાથી વધારે કાઢી શકાશે નહીં. જેના કારણે રાજકોટ મહાનગર પાલિકાના રૂપિયા ફસાઈ ગયા છે.

રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યૂટી કમિશનર ચેતન નંદાનીનું કહેવું છે કે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ એવોર્ડ બાદ અમે વર્ષ 2017માં ટેન્ડરના માધ્યમથી યસ બેંકની પસંદગી કરવામાં આવી હતી. યસ બેંકના ખાતામાં ધીરે ધીરે 164 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.