ભારતીય રિઝર્વ બેંક દ્વારા યસ બેંક પર લાગેલા પ્રતિબંધ હટાવ્યા બાદ બેંકે ગ્રાહકો માટે તમામ સેવાઓ પૂર્વવત કરી છે. રિઝર્વ બેંકે પાંચ માર્ચે પ્રતિબંધ લગાવ્યો હતો. જે હેઠળ ગ્રાહકોને ત્રણ એપ્રીલ સુધી પોતાના ખાતામાંથી 50 હજાર રૂપિયા સુધી ઉપાડવાની મંજુરી આપવામાં આવી હતી. સરકારે છેલ્લા અઠવાડિયે પુનર્ગઠન યોજનાને અધિસૂચિત કરી હતી. યસ બેંકે ટ્વીટ કર્યું, અમારી બેંક સેવા ફરીથી શરૂ થઈ ગઈ છે. તમે અમારી સેવાનો લાભ ઉઠાવી શકો છો. સહયોગ અને ધૈર્ય માટે આભાર.
સરકારે શનિવારે જાહેર કરેલી નોટિફિકેશનમાં કહ્યું હતું કે, બેંક પર લાગેલા પ્રતિબંધને 18 માર્ચ સાંજે 6 વાગ્યે પરત ખેંચી લેવામાં આવશે. યસ બેંકે ટ્વીટ કર્યું હતું કે, અમે બુધવાર 18 માર્ચ 2020ના રોજ સાંજે 6 કલાકે અમારી તમામ બેંકિંગ સેવાઓ શરૂ કરી દેશું.બેંકિંગ સેવા શરૂ થયાં બાદ 19 માર્ચ 2020ના રોજ તમે અમારી દેશભરમાં ફેલાયેલી 1,132 શાખાઓમાંથી કોઈ પણ શાખામાં જઈ શકો છો અને અમારી તમામ સેવાઓનો લાભ ઉઠાવી શકો છો.
યસ બેંકે નવા બોર્ડની રચના કરી છે, જેમાં પૂર્વ નાણાંકિય અધિકારી અને એસબીઆઈના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર પ્રશાંત કુમાર સીઈઓ તથા એમડી બનાવવામાં આવ્યા છે. જ્યારે પંજાબ નેશનલ બેંકના પૂર્વ નોન એક્ઝિક્યૂટિવ ચેરમેન સુનિલ મહેતા નોન એક્ઝિક્યૂટિવ ચેરમેન તથા મહેશ કૃષ્ણમૂર્તિ અને અતુલ ભેડા નોન એક્ઝિક્યૂટિવ ચેરમેન બનાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.