રાજકોટ: યસ બેંકમાથી મહિને 50 હજાર જ ઉપડશે તે વાતને લઇ રાજકોટમાં યસ બેંકના ખાતાધારકોએ રાતથી ATM પર પૈસા ઉપડવા લાઇનો લગાવી હતી. જેને લઇ સવારે બેંક દ્વારા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. એટલુ જ નહીં રોષે ભરાયેલા ગ્રાહકોએ બેંકના અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી ઘર્ષણ પણ કર્યું હતું. જો કે બેંકે પોલીસ પ્રોટેક્શન માંગ્યુ હતું અને પોલીસ દોડી ગઇ હતી. જેના પગલે મામલો શાંત થયો હતો. જો કે પૈસા ઉપાડવા લાઇનો યથાવત જોવા મળી રહી છે. જ્યારે અમુક ATMમાંથી પૈસા ઉપડી શકતા ન હોય લોકો રોષે ભરાયા છે.
યસ બેન્કની ખરાબ આર્થિક પરિસ્થિતિ જોતા RBIએ ગુરુવારે પ્રતિબંધ મુક્યો હતો. પ્રતિબંધ બાદ ખાતામાંથી 50 હજારથીવધુ રકમ ઉપાડી નહીં શકાય તેની જાણ ખાતાધારકોને થતાની સાથે જ રેસકોર્સ નજીક, ગોંડલ રોડ પર આવેલી યસ બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા માટે રાત્રે લાંબી લાઈન લાગી હતી. જે લોકો વહેલા પહોંચી ગયા હતા એમના ખાતામાંથી 50 હજાર સુધીની રકમ ઉપડી હતી. જ્યારે કેટલાક ખાતાધારકોને ATMમાંથી પૈસા નહીં નીકળતા તેઓને ખાલી હાથે જવું પડ્યું હતું. પરિપત્રની જાણ થતાં જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ લોકોએ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ એકસાથે ધસારો વધી જતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં એરર આવતી હતી અને ટ્રાન્ઝેક્શન શક્ય નહોતું બન્યું.
નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટિવ બેન્ક એન્ડ સોસાયટીના પ્રેસિડેન્ટ જ્યોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, યસ બેંકના મિસ મેનેજમેન્ટના કારણે બેંક એક એવા સ્તર પર પહોંચી છે કે જ્યારે બેંકના કેપિટલનું ઇરોઝન થયું છે. જ્યારે પણ કોઈ બેંકની કેપિટલનું ઈરોઝન થાય ત્યારે રેગ્યુલેટરની જવાબદારી છે કે તે ડિપોઝિટર પરના પૈસા બચાવવા માટે હસ્તક્ષેપ કરે. ત્યારે રિઝર્વ બેંકે કાયદાની જોગવાઈ પ્રમાણે એક મોરીટરિયમની વ્યવસ્થા ગોઠવી છે. તો સાથે જ ડિપોઝિટરને એક પ્રોમિસ પણ આપ્યું છે કે પાન 35 દિવસની અંદર વ્યવસ્થા પહેલા જેવી સુવ્યવસ્થિત કરી દેવામાં આવશે. યસ બેન્કને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે મર્જ કરવામાં નહીં આવે પરંતુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક સબસીડીયર યસ બેંકના તમામ મેનેજમેન્ટના પાવર લઈ લેશે. પરંતુ જે રીતે RBI દ્વારા ડિપોઝીટર માટે 50000ની જેમ મર્યાદા રાખવામાં આવી છે તેના કારણે લોકોમાં ચિંતાનું પ્રમાણ દેખાઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.