સોમનાથ ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે યોગેન્દ્ર દેસાઈની નિમણૂંક કરવામાં આવી

સોમનાથ ટ્રસ્ટના નવા સેક્રેટરી તરીકે મુખ્યમંત્રીના કાર્યાલય (CMO)માં કામ કરી રહેલા ડેપ્યૂટી કલેક્ટર કક્ષાના અધિકારી યોગેન્દ્ર દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે.અને ટૂંક સમયમાં યોગેન્દ્ર દેસાઈ સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળીને વિધિવત રીતે સોમનાથ ટ્રસ્ટમાં જોડાઈ જશે.

જણાવી દઈએ કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ માટે આવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી.અને જેમાં મૂળ જૂનાગઢના વતની એવા યોગેન્દ્ર દેસાઈને સોમનાથ ટ્રસ્ટના નવા સેક્રેટરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવા છે.

યોગેન્દ્ર દેસાઈની સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે નિમણૂંક થવા સાથે જ છેલ્લા ઘણાં વર્ષોથી સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તેમજ સેક્રેટરી તરીકે સેવા આપનાર પ્રવિણ લહેરી સેક્રેટરી તરીકેના વધારાના ચાર્જમાંથી મુક્ત થશે. અને પી કે લહેરી હવે સોમનાથ ટ્રસ્ટમાં માત્ર ટ્રસ્ટી તરીકે જ કાર્યરત રહેશે.

સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે યોગેન્દ્ર દેસાઈની નિમણૂંક થવાથી સોમનાથ ટ્રસ્ટના તમામ વિકાસના કામો તેમના વડપણ હેઠળ થશે અને તેની તમામ જાણકારી CMO તેમજ PMOને મળતી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.