ઉત્તર પ્રદેશમાં અલાહાબાદ હાઈકોર્ટના, જસ્ટિસ વી.કે. શ્રીવાસ્તવનું કોરોનાના કારણે મોત થતાં યોગી આદિત્યનાથ સરકાર, મૂકાઈ છે મુશ્કેલીમાં

ઉત્તર પ્રદેશમાં અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વી.કે. શ્રીવાસ્તવનું કોરોનાના કારણે મોત થતાં યોગી આદિત્યનાથ સરકાર મુશ્કેલીમાં મૂકાઈ છે. હાઈકોર્ટે જસ્ટિસ શ્રીવાસ્તવના મોતને ગંભીરતાથી લઈને તપાસનો આદેશ આપ્યો છે.

જસ્ટિસ શ્રીવાસ્તવને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. યોગી સરકારે લખનઉમાં વીવીઆઈપીઓ માટે એક ખાસ હોસ્પિટલ બનાવી છે પણ આ હોસ્પિટલમાં જસ્ટિસને દાખલ ના કરાયા. નેતાઓનાં સગાં આ હોસ્પિટલના બેડ પર કબજો કરીને બેસી ગયા હોવાથી જસ્ટિસ શ્રીવાસ્તવને રામ મનોહર લોહિયા હોસ્પિટલ મોકલી અપાયા.

જસ્ટિસ શ્રીવાસ્તવની તબિયત વધારે બગડી પછી તેમને પીજીઆઈ હોસ્પિટલમાં મોકલી દેવાયા. આ હોસ્પિટલમાં પણ કોઈ સવલતો નહોતી તેથી યોગ્ય સારવાર ના મળી અને જસ્ટિસ શ્રીવાસ્તવ ગુજરી ગયા

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.