અસદના એન્કાઉન્ટરથી યોગી આદિત્યનાથ ખુશખુશાલ, ઉત્તર પ્રદેશ એસટીએફના કર્યા વખાણ

માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને મકસુદનના પુત્ર ગુલામનું એન્કાઉન્ટરનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે અને આ બંને ઉમેશપાલ હત્યાકાંડમાં વોન્ટેડ હતા. યુપી એસટીએફ દ્વારા ઝાંસીમાં બંનેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ સાથે STFએ બંને પાસેથી અત્યાધુનિક વિદેશી હથિયારો પણ જપ્ત કર્યા છે અને આ બન્ને પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર અસદ અહેમદ અને શૂટર ગુલામના એન્કાઉન્ટર પર સીએમ યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી હતી. તેમણે અધિકારીઓની પ્રશંસા કરી હતી અને આ સાથે તેમણે કાયદો અને વ્યવસ્થાને લઈને મોટી બેઠક બોલાવી છે. સીએમ યોગીએ યુપી એસટીએફના વખાણ કર્યા. .

બીજી તરફ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે પણ જણાવ્યું હતું કે, અમારો સંકલ્પ છે કે અમે ઉત્તર પ્રદેશમાંથી ગુંડા માફિયા અને ગુનેગારોને ખતમ કરીશું. આવા ગુનાખોરી કરનાર કોઇપણ ગુનેગાર રાજ્યમાં આઝાદ નહિ ફરવા દેવામાં આવે. ઉત્તર પ્રદેશ કાયદા દ્વારા સજા મેળવવામાં ઉત્તર પ્રદેશ નંબર વન છે. ઉત્તર પ્રદેશમાં કોઈ પણ ગુનેગાર ગુનો કરીને ભાગી શકશે નહીં અને આ બન્નેના એન્કાઉન્ટરથી રાજકીય વર્તુળમાં રાજ્યમાંથી ગુનાખોરીનો નાશ કર્યાનો અહેસાસ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે પોલીસ અને એસટીએફ તેમનું કામ કરી રહી છે. અમે અગાઉ પણ કહ્યું છે કે અમે કાયદાના આધારે નક્કર કાર્યવાહી કરીશું. આ કાર્યવાહી પણ બંધારણ હેઠળ છે અને ભાજપ સરકારની ગુનેગારો પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે. વધુ માહિતી પોલીસ દ્વારા મળશે. મુખ્યમંત્રીના કથન અને કાર્યમાં કોઈ ફરક નથી, આ પણ તેનું ઉદાહરણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.