ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટનું આજે સોમવારે સવારના પોણા અગિયાર લાગ્યે દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં અવસાન થયું છે. આ સમાચારથી પ્રદેશના લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથના પિતાશ્રીના અવસાનના સમાચારની પુષ્ટિ રાજ્યના એડિશનલ મુખ્ય સચિવ(ગૃહ) અવનીશ કુમાર અવસ્થીએ કરી હતી. એક મહિનાથી વધારે યોગી આદિત્યનાથના પિતા એઇમ્સમાં દાખલ હતા. તેઓ કિડની અને લીવરની સમસ્યાથી પીડિત હતા. એઇમ્સના ગેસ્ટ્રો વિભાગમાં ડોક્ટર વિનીત આહુજા ટીમ સાથે તેમનો ઇલાજ કરી રહ્યા હતા.
કાલે રાતથી જ આનંદસિંહની હાલત બહુ કથડી ગઈ હતી. વેન્ટીલેટર પર તેઓને રાખવામાં આવેલા. એ પૂર્વે તેમનું ડાયાલિસીસ પણ કરવામાં આવ્યું હતું.
યોગી આદિત્યનાથ કોરોના વાઇરસ સામે લડવા માટે બનાવેલી ૧૧ સમિતિના અધ્યક્ષો સાથે બેઠક કરી રહ્યા હતા એવામાં તેમને આ સચામાર મળ્યા. એ પછી પણ યોગી અડધી કલાક સુધી બેઠક કરતા રહ્યા!
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.