યોગી આદિત્યનાથનાં સોશિયલ મિડિયાનાં ટીમનાં મેમ્બરે કરી આત્મહત્યા, જાણો સુસાઈડ નોટમાં શું લખ્યું હતું..

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ચલાવનારી કંપનીમાં કામ કરતા પાર્થ શ્રીવાસ્તવે ફાંસી લગાવીને જીવ આપી દીધો છે. 28 વર્ષના પાર્થની એક સુસાઈડ નોટ અને સોશિયલ મીડિયા પોસ્ટની સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રીને ટેગ કરતા પાર્થે પોતાની કંપનીની જુથબાજી અને રાજનીતિ અંગે જણાવ્યું છે. તેને લખ્યું, ‘મારી આત્મહત્યા એક હત્યા છે. જેના જવાબદાર માત્રને માત્ર રાજનીતિ કરનારી શૈલજા અને તેનો સાથ આપનાર પુષ્પેન્દ્ર સિંહ છે.’ જો કે હવે પાર્થના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી આ સુસાઈડ નોટ ગાયબ છે.

પાર્થે પોતાની કંપનીના ત્રણ-ચાર સભ્યોનો ઉલ્લેખ કર્યો છે. આ નોટથી ખ્યાલ આવી રહ્યો છે કે પાર્થ પોતાની કંપનીમાં થઈ રહેલી રાજનીતિથી પરેશાન હતો. તેને પોતાની સાથે કામ કરનારી શૈલજા અને પુષ્પેન્દ્રના નામોનો ઉલ્લેખ કરતા સુસાઈડ માટે જવાબદાર ગણાવ્યા છે.પાર્થે બુધવારે સવારે પોતાના ઘરમાં દોરડાના ફંદો બનાવીને સુસાઈડ કર્યું. ઘરમાં લટકી રહેલા પુત્રના મૃતચેહને લઈને પિતા રવિન્દ્ર નાથ શ્રીવાસ્તવ રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો. પાર્થના મિત્ર આશીષ પાંડેએ સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી. ઈન્દિરા નગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરનું કહેવું છે કે, ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલ તરફથી જાહેર થયેલા મેમો પછી આ સુચના મને મળી છે. મૃતકના પિતાએ સુસાઈડ કરી હોવાની સુચના આપી છે. પોલીસનું કહેવું છે કે તેને કોઈ જ સુસાઈડ નોટ મળી નથી.

મૃતકનું ટ્વીટ ડિલીટ થયું, સ્ક્રીનશોટ મિત્રએ કર્યું શેર;

પાર્થના મિત્ર આશીષ પાંડેએ સોશિયલ મીડિયા પર પાર્થના ટ્વિટર અને ફેસબુક પોસ્ટની સ્ક્રીનશોટ શેર કરતા જસ્ટિસફોરપાર્થ કેમ્પેઈન શરુ કર્યું છે. સવાલ એ છે કે પાર્થના ટ્વિટર હેન્ડલ પરથી તેના પોસ્ટ કરવામાં આવેલી 2 પેજની સુસાઈડ નોટને અંતે કોને ડિલીટ કરી. આ બધું જ તેના મોત પછી થયું છે.

સુસાઈડ નોટમાં શું લખ્યું છે?

‘પ્રણય ભૈયાએ મને કહ્યું હતું કે મારી સાથે વાત કરશે પરંતુ તેઓએ પુષ્પેન્દ્ર ભૈયા સાથે રાત્રે 12ઃ40 વાગ્યે ક્રોસ કોલ કરીને તેને પોતાની સફાઈ અપાવી. પુષ્પેન્દ્ર ભાઈએ જાણીજોઈને વ્હોટ્સએપ કોલ કર્યો કે જેથી તેમની વાતો રેકોર્ડ ન થઈ શકે. કોલ કરીને પણ તેઓએ તમામ દોષ સંતોષ ભૈયા પર નાખી દીધો અને તે વાતનો વિશ્વાસ અપાવ્યો કે તેઓ મારા શુભચિંતક જ રહ્યાં છે. જ્યારે કે સત્ય તો એ છે કે તેઓ માત્રને માત્ર શૈલાજા જીના જ શુભચિંતક રહ્યાં છે. હંમેશાથી પુષ્પેન્દ્ર ભૈયા શૈલાજા જી સિવાય કોઈ અન્ય માટે ચિંતિત નથી રહ્યાં. અન્યોની નાની નાની ભૂલ પર પુષ્પેન્દ્ર ભૈયા હંમેશા નારાજ થતા રહે છે. શૈલજા જી અને મહેન્દ્ર ભૈયા માત્ર તેમના ગુણગાન કરે છે.’

મને આશ્ચર્ય પ્રણય ભૈયા પર થાય છે કે તેઓ આ બધું જુએ છે, સમજે છે તેમ છતાં પુ્ષ્પેન્દ્ર ભૈયાને સાથે કઈ રીતે અને શું કામ આપી રહ્યાં છે. મેં જ્યારથી આ કામ શરૂ કર્યું ત્યારથી સૌથી વધુ માન પ્રણય ભૈયાને જ આપ્યું. એક બાજુ પુષ્પેન્દ્ર ભૈયા જે માત્ર બીજાની ઉણપ કાઢતા જોવા મળ્યા તો બીજા બાજુ પ્રણય ભૈયા જોવા મળ્યા જેઓ પોતાના કામથી જ પોતાનું નામ બનાવતા જોવા મળ્યા.

મેં પ્રણય ભૈયાને મારા આદર્શ માન્યા અને માત્ર કામથી મારું નામ બનાવવાની ઈચ્છા રાખી, મારાથી ભૂલ પણ થઈ પરંતુ તે ભૂલનું પુનરાવર્તન ન થાય તેના પુરતા પ્રયાસ પણ કર્યા. પરંતુ શૈલજા જી જે માત્ર મીઠી મીઠી વાતો કરીને પોતાની જગ્યા પર હતી, તેને મારી નાનામાં નાની ભૂલને બધાંની સામે ઉજાગર કરીને મને નકામો સાબિત કરી દીધો. શૈલજા જીને ખુભ ખુબ અભિનંદન. મારી આત્મહત્યા એક ખુન છે જેના જવાબદાર અને રાજનીતિ કરનારી શૈલજા અને તેનો સાથે આપનારા પુષ્પેન્દ્ર સિંહ છે.

અભય ભૈયા અને મહેન્દ્ર ભૈયાને આ વાતની થોડી ઘણી પણ જાણકારી નથી કે લખનઉવાળા કાર્યાલયમાં શું થઈ રહ્યું હતું. હું આજે પણ મરીશ નહીં ત્યાં સુધી મહેન્દ્ર ભૈયા અને અભય ભૈયાને મારા માતા-પિતા જેટલું સન્માન આપુ છું.’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.