યોગી આદિત્યનાથને પોતાની પોલીસ પર જ ભરોસો નથી, હાથરસ કાંડ અંગે ભાજપના નેતાનો દાવો

– સીબીઆઇએ ચાર આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી

ઉત્તર પ્રદેશના એક ભાજપી નેતાએ એવો દાવો કર્યો હતો કે રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પોતાના રાજ્યની પોલીસ પર જ ભરોસો નથી.

આ મંતવ્ય એવા સમયે આવ્યું છે જ્યારે હાથરસ કાંડની તપાસ કરી રહેલી સીબીઆઇએ ચાર યુવાનો સામે દલિત યુવતી પર ગેંગરેપ અને હત્યાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં જણાવાયા મુજબ ખેતરમાં ઘાસ કાપવા ગયેલી 20 વર્ષની દલિત યુવતી પર ચાર યુવાનોએ સપ્ટેંબરની 14મીએ ગેંગરેપ કર્યો હતો. સારવાર દરમિયાન દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં યુવતીનું મરણ થયું હતું.

30મી સપ્ટેંબરે પોલીસે મધરાત્રે ઉતાવળમાં યુવતીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. આ કિસ્સા અંગે નિર્ભયા કાંડની જેમ રાષ્ટ્રીય કક્ષાએ બહુ મોટો હોબાળો થયો હતો. પોલીસે એેવો દાવો કર્યો હતો કે યુવતીના પરિવારની ઇચ્છા મુજબ અંતિમ સંસ્કાર થયા હતા. યુવતીના પરિવારે એવો દાવો કર્યો હતો કે પોલીસે અમને અંતિમ સંસ્કારથી દૂર રાખ્યા હતા અને અર્ધી રાત્રે અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.